Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વાંસદાનાં ખાંભલા ગામે અજાણી વૃદ્ધ મહિલાનો મૃતદેહ મળી આવ્યો

  • July 17, 2024 

નવસારીનાં વાંસદા તાલુકાનાં ખાંભલા ગામે બજાર ફળિયામાં સલૂનની દુકાનના ઓટલા પાસે અજાણી વૃદ્ધ મહિલાનો મૃતદેહ મળતા પોલીસે પી.એમ. રૂમમાં લાવી શોધખોળ શરૂ કરી હતી.

સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, વાંસદા તાલુકાનાં ખાંભલા ગામે બજાર ફળિયામાં સાઈ સલૂનની દુકાનના ઓટલા ઉપર ગત તારીખ 12/07/2024નાં 9 કલાક પહેલા હરકોઈ વખતે એક અજાણી વૃદ્ધ મહિલા અંદાજિત (ઉ.વ.70) જેની ઊંચાઈ 4થી 5 ફૂટ તથા શરીરે ઘઉં વર્ણની પાતળા બાંધાની તેમજ માથાના વાળ કાળા સફેદ આશરે નવ ઇંચ જેટલા લાંબા તથા શરીરે કથઈ કલરની બ્લાઉઝ પહેરેલી છે. તેમજ શરીરે બીજા કોઈ કપડાં પહેર્યા નથી. જાહેરાત આપનાર અનિલ મનુભાઈ ચવધરી (રહે.ખાંભલા)એ આજુબાજુ ગામડાઓના સરપંચોને જાણ કરી વાલી-વારસદારોની તપાસ કરાવી. પરંતુ કોઈ મળી આવ્યું નથી. પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી આગળની તપાસ પી.એસ.આઇ. એ.એચ.પટેલ કરી રહ્યા હતા.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application