મહારાષ્ટ્રના અક્કલકુવા તાલુકાના સોરાપાડાના રહીશ ખેમજીભાઈ ખાલીપાભાઈ પાડવી (ઉ.વ.૪૯) ગત તારીખ ૨૬-૭-૨૪ના રોજ સવારના સાડા આઠેક વાગ્યાના સુમારે અક્કલકુવા ગામે વરખડી નદીમાં નાહવા ગયા હતા. તે દરમિયાન અચાનક નદીમાં પાણી આવી જતા નદીના પાણીમાં ખેમજીભાઈ તણાઇ ગયા હતા. જેમનો તારીખ ૩૧ જુલાઇના રોજ મૃતદેહ નિઝર તાલુકાના તાપીખડકલા ગામની સીમમાં તાપી નદીના ફુગારાના પાણીમાંથી મળ્યો હતો. ઘટના અંગે દિનેશભાઈ ખેમજીભાઈ પાડવીએ નિઝર પોલીસ મથકે જાણ કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application