ડોલવણના બેડચીત ગામની સીમમાંથી પસાર થતી પૂર્ણા નદીના પાણીમાંથી ૩૦ વર્ષીય યુવકનો મૃતદેહ મળી આવતા પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.જોકે સમગ્ર મામલે સ્થાનિક પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. મળતી માહિતી મુજબ ડોલવણ તાલુકાના બેડચીત ગામની સીમમાંથી પસાર થતી પૂર્ણા નદીના બ્રીજ પાસે નદીના પાણીમાંથી તા.૧૧મી માર્ચ નારોજ ૩૦ વર્ષીય યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો.
જોકે પોલીસ તપાસ દરમિયાન ફરીયાદી યશ ભરતભાઈ બાબરીયા (ઉ.વ.૩૪) હાલ રહે.સુરત બી-૪૦૫ રાધાસ્વામી એપાર્ટમેન્ટ પુણાગામ ટુ બોમ્બે માર્કેટ રોડ રણુજાધામની બાજુમાં પુણાગામ-સુરત મૂળ રહે.જામ જોધપુર ગામ ઠક્કર બાપા રોડ તા.જામ જોધપુર જીલ્લો.જામનગર,ના સગાભાઈ ભાવિનભાઈ ભરતભાઈ બાબરિયા (ઉ.વ.૩૦)નો તા.૧૧મી માર્ચ નારોજ સવારના નવેક વાગ્યાના સમયે હું મીટીંગમાં જાઉં છું તેમ કહી તેમની લાલ કલરની બુલેટ મોટર સાયકલ ઉપર ઘરેથી નિકળ્યો હતો,જોકે તા.૧૩મી માર્ચ નારોજ બેડચીત ગામની સીમમાંથી પસાર થતી પૂર્ણા નદીના બ્રીજ પાસે નદીના પાણીમાંથી ભાવિનભાઈ બાબરિયાનો મૃતદેહ મળી આવ્યો હતો. બનાવ અંગે યશ બાબરીયાની ફરિયાદના આધારે ડોલવણ પોલીસે અકસ્માત બનાવ દાખલ કરી નિયમોનુસારની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application