મધર ડેરીએ દૂધના ભાવમાં 2 રૂપિયાનો વધારો કર્યો છે. તમને જણાવી દઇએ કે ડેરી વર્ષ 2022 માં દૂધના ભાવ 5 વખત વધારી ચૂકી છે. તાજેતરના વધારા પહેલાં માર્ચ, ઓગસ્ટ, ઓક્ટોબર અને નવેમ્બર મહિનામાં ભાવ વધારો કરવામાં આવ્યો હતો.
મધર ડેરીએ દિલ્હી-એનસીઆર વિસ્તારમાં દૂધના ભાવમાં બે રૂપિયા પ્રતિ લીટર સુધી વધારાની જાહેરાત કરી છે. નવી કિંમતો આવતીકાલથી એટલે કે મંગળવારથી લાગૂ થઈ જશે. દિલ્હી-એનસીઆર ક્ષેત્રની મુખ્ય દૂધ વિક્રેતા મધર ડેરી તરફથી દૂધના ભાવમાં પાંચ વખત વધારો કરવામાં આવ્યો છે. મધર ડેરી દિલ્હી તથા આસપાસના વિસ્તારોમાં દરરોજ 30 લાખ લીટરથી વધુનું દૂધનું વેચાણ કરે છે.
મધર ડેરીએ કહ્યું ફૂલ ક્રીમ દૂધનો ભાવ હવે 66 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયો છે જ્યારે ટોંડ દૂધના નવા ભાવ 53 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયા છે. તો બીજી તરફ ડબલ ટોંડ દૂધના ભાવ વધાર્યા બાદ 47 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયા છે.
જોકે કંપનીએ ગાયની દૂધની થેલી તથા ટોકનથી ખરીદવામાં આવતાં દૂધના ભાવ વધારવામાં આવ્યા નથી. મધર ડેરીએ આ ભાવ વધારા માટે દુધ ઉત્પાદક ખેડૂતો પાસેથી કરવામાં આવતી ખરીદી ખર્ચના વધારાને જવાબદાર ગણાવ્યો છે. કંપનીએ કહ્યું કે ગત વર્ષની તુલનામાં આ વર્ષે દૂધ પ્રાપ્તિ ખર્ચ લગભગ 24 ટકા સુધી વધી ગયો છે.
કંપનીએ કહ્યું કે દુધ ઉદ્યોગ માટે આ એક અપ્રત્યાશિત વર્ષ રહ્યું છે. અમને તહેવારો બાદ પ્ણ ગ્રાહકો અને સંસ્થાઓ બંને પાસેથી માંગમાં તેજી જોવા મળી રહી છે. તો બીજી તરફ કાચા દૂધની ખરીદી બાદ પણ તેજી પકડી શકી નથી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500