Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

લેન્ડ ગ્રેબિંગ એક્ટનો ભંગ કરવાના ગુનામાં આરોપીઓએ કરેલી આગોતરા જામીનની માંગને કોર્ટે નકારી

  • July 30, 2022 

સુરતના કામરેજ પોલીસ મથકની હદમાં આવેલી લીઝ પર માત્ર ખેડાણ માટે લીધેલી જમીન પર ગેરકાયદે કબજો જમાવીને લેન્ડ ગ્રેબિંગ એક્ટનો ભંગ કરવાના ગુનામાં કામરેજ પોલીસ ધરપકડ કરે તેવી દહેશતથી ત્રણ આરોપીઓએ કરેલી આગોતરા જામીનની માંગને એડીશ્લ સેશન્સ જજ  ડી.પી.ગોહીલે નકારી કાઢી છે.



મળતી માહિતી મુજબ સુરત જિલ્લાના કામરેજ પોલીસ મથકના હદમાં આવેલી  ફરિયાદી તથા તેમના કાકા પ્રદિપ ગુલાબભાઈ શાહની માલિકીની જમીન આરોપી રાજુ સુંદર દેસાઈ(રે.એન્જેલ પેલેસ,ખોલવડ તા.કામરેજ) ગેમલ સુદા દેસાઈ, દશરથ દેસાઈ વગેરેને પાક લેવા માટે લીઝ ડીડ પર પોતાની વારસાઈ જમીન આપી હતી.પરંતુ આરોપીઓએ ફરિયાદીની વારસાઈ જમીન પર તબેલો બાંધીને ગેરકાયદે કબજો જમાવીને જમીન હડપવાનો કારસો રચ્યો હતો.જેથી ફરિયાદીએ કામરેજ કલેકટર પ્રાંતમાં ફરિયાદ નોંધવતા પ્રાંત કલેકટરે રૂપિયા 5.13 કરોડની પેનલ્ટી લાદીને જમીન ખાલી કરવા આરોપીઓને હુકમ કર્યો હતો.તદુપરાંત ડેપ્યુટી કલેકટરે પણ મામલતદાર દ્વારા ઈન્કવાયરી કરાવીને સાત આરોપીઓ વિરુધ્ધની ફરિયાદના અંતે ઉપરોક્ત હુકમ કર્યો હતો.જેની સામે આરોપીઓએ એપેલેટ કોર્ટમાં અપીલ કે જમીન ખાલી કરવાને બદલે જમીન હડપવાનો કારસો રચ્યો હતો.જેથી કલેકટરના આદેશ બાદ આરોપીઓ વિરુધ્ધ કામરેજ પોલીસમાં લેન્ડગ્રેબિંગ એક્ટના ભંગ બદલ ફરિયાદ નોંધાઈ હતી.



આથી પોલીસ ધરપકડથી બચવા ઉપરોક્ત ત્રણેય આરોપી રાજુ દેસાઈ,ગેમલ દેસાઈ તથા દશરથી દેસાઈએ આગોતરા જામીન માટે માંગ કરી હતી.જેના વિરોધમાં મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ જણાવ્યું હતું કે,આરોપીઓ વિરુધ્ધ ગંભીર ગુનાનો પ્રથમ દર્શનીય કેસ છે.આરોપીઓ અગાઉના કલેકટરે લાદેલી રૂપિયા 5.13 કરોડની પેનલ્ટી લાદીને જમીન ખાલી કરવા જણાવવા છતાં આરોપીઓ હુકમનું પાલન કર્યા વિના જમીન પર ગેરકાયદે કબજો જમાવ્યો છે.જેથી ફરિયાદી પોતાની જમીનની મુલાકાત પણ લઈ શકતા નથી.આરોપીઓની પોલીસ કસ્ટડીમાં પુછપરછ જરૃરી છે.જેને કોર્ટે માન્ય રાખી ત્રણેય આરોપીઓ વિરુધ્ધ લેન્ડગ્રેબિંગ એક્ટના ભંગનો ગંભીર પ્રકારનો પ્રથમ દર્શનીય કેસ હોઈ કસ્ટોડીયલ ઈન્ટ્રોગેશન જરૂરી હોવાનો નિર્દેશ આપી આગોતરા જામીનની માંગ નકારી કાઢી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application