અમદાવાદ પોલીસને લગતી બાબતો મુદ્દે હાઈકોર્ટે રાજય સરકારની ઝાટકણી કાઢતા પોલીસમાં ભરતી, કામના કલાકો મામલે થયેલી સુઓમોટોમાં કોર્ટે સોગંદનામું રજૂ કરવા સરકારને આપ્યો આદેશ કર્યો છે.
પોલીસને લગતી બાબતો મુદ્દે હાઈકોર્ટે રાજ્ય સરકારની ઝાટકણી કાઢી હતી. સુપ્રીમકોર્ટના આદેશ અનુસાર સુઓમોટો અરજીની સુનાવણી કરવામાં આવી હતી. પોલીસ વિભાગના વિવિધ પ્રશ્નો જેમ કે,પોલીસ કમિશન, ખાલી જગ્યાઓને લઈને ટકોર કરી છે. રાજ્ય સરકાર દ્વારા આ મામલે આગામી સમયમાં સોગંદનામું રજૂ કરવામાં આવે તેવો આદેશ પણ કરવામાં આવ્યો છે. કામના કલાકો ભરતી સહીના મુદ્દાઓને લઈને સુઓમોટો કરી હતી જે મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી.
અમદાવાદ પોલીસને લગતી બાબતો મુદ્દે હાઈકોર્ટે રાજય સરકારની ઝાટકણી કાઢી હતી. પોલીસ કમિશન, પોલીસ વિભાગમાં જગ્યાઓ ખાલી હોવાને લઈને ટકોર કરાઈ છે. પોલીસમાં ખાલી જગ્યાઓ મામલે સોગંદનામુ રજૂ કરવા હોઈકોર્ટે આદેશ આપ્યો છે.રાજ્ય સરકારે કોર્ટમાં જવાબ રજૂ ન કરતા હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી.
પોલીસ કમિશન, ખાલી જગ્યાઓને લઈને ટકોર કરવામાં આવી હતી કેમ કે, અગાઉ સરકારે કેટલીક જગ્યાઓ ખાલી હોવાનો ઉલ્લેખ કર્યો હતો. કામના કલાકો ભરતી સહીના મુદ્દાઓને લઈને સુઓમોટો થઈ છે.
2017માં 28,580 જગ્યા ખાલી હોવાની કરી હતી રજૂઆત કરવામાં આવી હતી ત્યારે ચોક્કસ માહિતી સાથે સોગંદનામું રાજ્ય સરકાર તરફથી રજૂ થાય તે માટે આદેશ કર્યો છે. 7 માર્ચના રોજ વિગતવાર સુનાવણી ગુજરાત હાઈકોર્ટમાં થશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500