દેશમાં ડિસેમ્બરમાં પેટ્રોલ અને ડીઝલના વેચાણમાં ઘટાડો થયો છે તેમ સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ એક નિવેદનમાં જણાવ્યું છે. સમગ્ર દેશમાં શિયાળાની ઋતુ શરૂ થઇ ગઇ હોવાથી પેટ્રોલ અને ડીઝલના વેચાણમાં ઘટાડો નોંધાયો છે. ડિસેમ્બર, 2023માં ગયા વર્ષના સમાન ગાળાની સરખામણીમાં દેશમાં 90 ટકા માર્કેટ શેર ધરાવતી ત્રણ સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓનું પેટ્રોલનું વેચાણ 1.4 ટકા ઘટીને 27.2 લાખ ટન રહ્યું છે.
જ્યારે ડીઝલનું વેચાણ 7.8 ટકા ઘટીનેં 67.3 લાખ ટન રહ્યું છે. નવેમ્બર, 2023ની સરખામણીમાં ડિસેમ્બર, 2023માં પેટ્રોલના વેચાણમાં 4.9 ટકાનો ઘટાડો થયો છે. નવેમ્બર, 2023માં પેટ્રોલનું વેચાણ 28.6 લાખ ટન રહ્યું હતું. નવેમ્બર, 2023ની સરખામણીમાં ડિસેમ્બર, 2023માં ડીઝલના વેચાણમાં 0.8 ટકાનો ઘટાડો નોંધાયો છે. ડિસેમ્બર, 2023માં ડીઝલનું વેચાણ 67.9 લાખ ટન રહ્યું હતું. ડિસેમ્બરમાં જેટ ફ્યુઅલ (વિમાન ઇંધણ)નું વેચાણ 3.8 ટકા વધીને 6,44,900 ટન રહ્યું હતું. નવેમ્બરમાં જેટ ફ્યુઅલનું વેચાણ 6,28,400 ટન રહ્યું હતું. ડિસેમ્બરમાં એલપીજીનું વેચાણ 27.3 લાખ ટન રહ્યું હતું. જે નવેમ્બરમાં 25.7 લાખ ટન હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500