ઓગસ્ટમાં દેશમાં ક્રૂડ ઓઈલનું ઉત્પાદન વાર્ષિક ધોરણે 2.1 ટકા વધ્યું છે. ઓઇલ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર, ઓગસ્ટમાં સ્થાનિક ક્રૂડ ઓઇલનું ઉત્પાદન 25 લાખ મેટ્રિક ટન (એમએમટી) રહ્યું હતું. પેટ્રોલિયમ પ્લાનિંગ એન્ડ એનાલિસિસ સેલના ડેટા અનુસાર ઓગસ્ટમાં ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડનું ઉત્પાદન 1.61 એમએમટી હતું, જ્યારે ઓઇલ ઇન્ડિયાએ 0.28 એમએમટી ક્રૂડ ઓઇલનું ઉત્પાદન કર્યું હતું. દરમિયાન ઓગસ્ટમાં ભારતમાં ક્રૂડ ઓઈલની આયાત ગત વર્ષના સમાન સમયગાળાની સરખામણીમાં 6.2 ટકા વધી છે. ઓગસ્ટમાં, તેલ અને ગેસ સંબંધિત દેશનું ચોખ્ખું આયાત બિલ 9.3 અબજ ડોલર બિલિયન હતું, જ્યારે ક્રૂડ ઓઇલની આયાત 10.9 અબજ ડોલર હતી.
આ સમયગાળા દરમિયાન 1.3 અબજ ડોલરના મૂલ્યના એલએનજીની આયાત કરવામાં આવી હતી. સત્તાવાર માહિતી અનુસાર, ઓગસ્ટ 2022માં ક્ડ અને ગેસનું આયાત બિલ 11.8 અબજ ડોલર હતું. ઓગસ્ટ દરમિયાન ભારતીય બાસ્કેટ ક્રૂડની સરેરાશ કિંમત પ્રતિ બેરલ 86.43 ડોલર પ્રતિ બેરલ હતી, જ્યારે જુલાઈ 2023માં કિંમત પ્રતિ બેરલ 80.37 ડોલર પ્રતિ બેરલ હતી અને ઓગસ્ટ 2022માં તે 97.40 ડોલર પ્રતિ બેરલ હતી. આ ઉપરાંત ઓગસ્ટમાં કુદરતી ગેસનો સ્થાનિક વપરાશ ગયા વર્ષના સમાન સમયગાળાની તુલનામાં 10 ટકા વધુ એટલે કે 5345 મિલિયન મીટર સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર હતો.
કુદરતી ગેસનું સ્થાનિક ઉત્પાદન પણ ઓગસ્ટમાં વાર્ષિક ધોરણે 9.3 ટકા વધ્યું અને 3166 એમએમએસસીએમ પર પહોંચ્યું હતુ. ચાલુ નાણાકીય વર્ષમાં ઓગસ્ટ સુધી કુદરતી ગેસનું કુલ ઉત્પાદન 14,852 મિલિયન મીટર સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર હતું, જે ગયા વર્ષના સમાન સમયગાળા કરતાં 3.6 ટકા વધુ છે. ભારતની એલએનજી આયાત ઓગસ્ટમાં વધીને 2234 મિલિયન મીટર સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર થઈ છે, જે ગયા વર્ષના સમાન સમયગાળા કરતાં 10.01 ટકા વધુ છે. ચાલુ નાણાકીય વર્ષમાં ઓગસ્ટ સુધીમાં કુલ આયાત 3.5 ટકાના વધારા સાથે 12,215 એમએમએસસીએમ રહી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500