મુંબઇગરા માટે પાણીનો સ્ત્રોત વધારવા મુંબઇ મહાનગર પાલિકા દ્વારા સમુદ્રનું પાણી પીવા લાયક મીઠુ બનાવવાના પ્રોજેક્ટ માટેની ટેન્ડર પ્રક્રિયા જુલાઇ મહિનામાં કરાશે, એવી ઘોષણા પાલિકાના કમિશનર ઇકબાલસિંહ ચહલે કરી હતી. સમુદ્રના ખારા પાણી પર પ્રક્રિયા કરીને પીવા લાયક બનાવવાની યોજના પાછળ પાલિકાને આશરે 2 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થશે, એમ કમિશનરે ઉમેર્યું હતું. મુંબઇમાં અત્યારે દરરોજ 3850 મિલિયન લીટર પાણીનું વિતરણ કરાય છે.
મુંબઇની લોક સંખ્યા મુજબ 4200 મિલિયન લીટરની જરૂર છે. અત્યારે 350 મિલિયન લીટર પાણીની અછત વર્તાઇ રહી છે. આથી નવા જળાશયો બાંધવા કરતાં સમુદ્રનું પાણી પીવા લાયક બનાવવાનો પાલિકાએ યોજના હાથ ધરી છે. હાલમાં ચેન્નાઇમાં સમુદ્રનું પાણી પીવા લાયક બનાવવામાં આવી રહ્યું છે. હવે મુંબઇમાં આ દિશામાં કામ શરૂ કરાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application