ભારે વરસાદને પગલે રાજયના છેવાડે આવેલા ડાંગ જિલ્લાનાં ગ્રામ્ય માર્ગોને પણ ભારે નુકશાન થવા પામ્યુ છે. જિલ્લા પંચાયતની બાંધકામ શાખાનાં કાર્યપાલક ઈજનેર તરફથી પ્રાપ્ત થયેલી વિગતો અનુસાર, ડાંગ જિલ્લામા મુશળધાર વરસાદને પગલે એક પ્રાથમિક અંદાજ મુજબ કુલ-૫૮ જેટલા ગ્રામીણ માર્ગો, પુલો, કોઝ-વે ને અંદાજિત રૂપિયા ૨૧૮.૧૦ લાખ જેટલુ નુકશાન થયુ છે.
ડાંગનાં ત્રણેય તાલુકાઓની વિગતો જોઈએ તો આહવા તાલુકામા કુલ ૧૨ માર્ગોને રૂપિયા ૪૭ લાખનુ નુકશાન થવા સાથે, સુબીર તાલુકાનાં ૨૪ માર્ગોને રૂપિયા ૧૧૭.૧૦ લાખ અને વઘઈ તાલુકાનાં ૨૨ માર્ગોને રૂપિયા ૫૪ નુકશાન પહોંચ્યુ છે. રાજય સરકારનાં માર્ગ મકાન વિભાગ દ્વારા અસરકારક માર્ગો, પુલો, કોઝ-વેનુતાત્કાલિક દુરસ્તીકામ હાથ ધરી, તેને વાહન વ્યવહાર યોગ્ય બનાવવા માટે, જિલ્લા કલેક્ટર, તથા જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ, જિલ્લાપંચાયત બાંધકામ શાખાની ટીમ રાઉન્ડ ધ ક્લોક માર્ગ સુધારણાના કામે લાગી ગઈ છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500