સુરક્ષિત સવારી, એસ.ટી અમારીનાં સૂત્રનો છેદ ઉદાડતી ઘટના બારડોલી ખાતે બનવા પામી હતી. સુરત જિલ્લા સિક્યોરિટી ઓફિસર દ્વારા બારડોલીનાં લીનયર બસ સ્ટેન્ડ ખાતે ડ્રાઈવરો અને કંડેકટરોનું આલ્કોહોલ ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. જેમાં બારડોલી ડેપોનો એક કંડેકટર નશાની હાલતમાં ફરજ પર જોવા મળતા એસ.ટી. વિભાગનાં અધિકારીએ કંડેકટરને પોલીસને સોપીયો હતો. સામાન્ય ગરીબ વર્ગ, નોકરીયાત વર્ગ, વિદ્યાર્થી વર્ગ તેમજ મુસાફરો GSRTCની બસમાં બેસી પોતે સુરક્ષિત અને સલામત છે. તે પ્રમાણે વહન કરતા હોય છે.
પરંતુ કંઈક કેટલાક બે જવાબદાર એસ.ટી. વિભાગના ડ્રાઈવરો અને કંડકટરો કે જેઓ નશાની હાલતમાં પોતાની ફરજ નિભાવતા હોઈ છે. જેને રોક લગાવવા માટે સુરત જિલ્લાના બારડોલી લીનયર ડેપો ખાતે આલ્કોહોલ ટેસ્ટિંગ મશીન દ્વારા 15થી વધુ એસ.ટી. કર્મીઓનાં ટેસ્ટિંગ કરવામાં આવ્યા હતા. જે ટેસ્ટિંગ દરમિયાન સુરતથી વધઈ જતી બારડોલી એસ.ટી ડેપોની બસ નંબર GJ/18/Z/6772માં કંડકટર તરીકે ફરજ બજાવતા દિનુભાઈ રતનજીભાઈ ગામીત કે જેઓ નશાની હાલતમાં જોવા મળ્યા હતાં. જેઓનું આલ્કોહોલ ટેસ્ટિંગ પોઝિટિવ આવતા તેમને બારડોલી પોલીસ મથકે સોંપવામાં આવ્યા છે. સમગ્ર કાર્યાવાહી સુરતના સિક્યોરિટી ઓફિસર ટંડેલ , ડેપો મેનેજર વી.આર.પવાર, ATS ઇકબાલ ડોલા દ્વારા કરવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500