ગીર સોમનાથના પાલડી ગામે પાકિસ્તાનથી એક લેટર આવ્યો અને પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ. પાકિસ્તાનની જેલમાં સજા કાપી રહેલા માછીમારોની સ્થિતિ અતિ ખરાબ છે. પાલડીના ભુપત ચૌહાણ નામના માછીમારની પાકિસ્તાનમાં તબિયત ખરાબ હોવાનો પત્ર આવતા પરિવારજનોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ભુપત ચૌહાણની તબિયત લાંબા સમયથી ખરાબ છે અને તેમને અહીંથી છોડાવો તેવો પત્ર આવ્યો છે. આ પત્ર પાકિસ્તાનની જેલમાં કેદ અન્ય માછીમાર દ્વારા મોકલવામાં આવ્યો છે.
ગીર સોમનાથ જિલ્લા સહિત દેશના 270 જેટલા માછીમારો હજુ પણ પાકિસ્તાન જેલમાં સજા કાપી રહ્યા છે. પાકિસ્તાન જેલમાં ભારતીય માછીમારોની સ્થિતિ કફોડી હોવાના અનેક વખત સમાચારો મળ્યા પરંતુ વધુ એક વખત પાકિસ્તાનથી આવેલા લેટરે માછીમાર પરિવારની ચિંતા વધારી છે. ગીરના ઉનાનું પાલડી ગામ અને આ ગામના 7 જેટલા માછીમારો પાક જેલમાં કેદ છે. આ પેકીના ભુપત ભાઈ ચૌહાણ નામના માછીમાર જે પાકિસ્તાનમાં કેદ છે. તેમના પરિવારને અજાણ્યા નમ્બરમાંથી વોટ્સએપમાં લેટર આવ્યો અને આ લેટરે આ પરિવારની ઊંઘ હરામ કરી દીધી છે.
પાકિસ્તાનથી આવેલા લેટરમાં લખ્યું છે કે ભુપત ભાઈની હેલ્થ લાંબા સમયથી ખરાબ છે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ લેટર અન્ય કોઈ નહિ પરન્તુ જેલમાં કેદ અન્ય માછીમારે અન્ય કોઈના ફોન દ્વારા અહીં પહોંચાડ્યો છે. વધુમાં તેમણે લખ્યું કે નવસારીના માછીમારનું મોત થયું છે અને ભુપત ભાઈ પણ કદાચ ત્યાં ન પહોંચે એવી સ્થિતિ છે. જેથી તેમને જલ્દી છોડાવો. આ પહેલા પણ મુક્ત થઈ આવેલા માછીમારોએ ભુપત ભાઈના હેલ્થ ખરાબ હોવાને લઇ સમાચાર આપ્યા હતા. માછીમારોનું કહેવું છે કે અહીં પરિસ્થિતિ ખરાબ છે અને જથ્થા બંધ માછીમારો બીમાર થઈ રહ્યા છે. હાલ તો આ લેટર ચૌહાણ પરિવારની ચિંતા વધારી દીધી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500