Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

આવતીકાલે જાહેર થશે લોકસભા ચૂંટણી 2024નો સંપૂર્ણ કાર્યક્રમ,ચૂંટણીપંચે કરી મોટી જાહેરાત

  • March 15, 2024 

છેલ્લાં કેટલાંક સમયથી ચર્ચા છે કે લોકસભા ચૂંટણીનો કાર્યક્રમ ગમે ત્યારે જાહેર થઈ શકે છે. એવામાં હવે ખુદ ચૂંટણીપંચે આ અંગેનો સંપૂર્ણ કાર્યક્રમ જાહેર કરવાની ચોક્કસ તારીખ જાહેર કરી દીધી છે.

માહિતી અનુસાર ચૂંટણીપંચે કહ્યું છે કે તેઓ આવતીકાલે લોકસભા ચૂંટણી 2024નો સંપૂર્ણ કાર્યક્રમ જાહેર કરશે. જેમાં મતદાન તારીખથી લઈને મતગણતરી અને પરિણામ સહિતની તમામ વિગતો જાહેર કરાશે.


ચૂંટણી પંચે તેના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ એક્સ પરથી પોસ્ટ કરીને કહ્યું હતું કે, 'ચૂંટણી પંચ દ્વારા આવતીકાલે એટલે કે 16 માર્ચે બપોરે 3 વાગે લોકસભા ચૂંટણી 2024 અને કેટલાક રાજ્યોની વિધાનસભા ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરવા માટે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application