શેર માર્કેટમાં લિસ્ટેડ વધુ એક કંપની ડિલિસ્ટિંગ કરવા જઈ રહી છે એટલે કે કંપનીના શેરનું ટ્રેડિંગ બંધ કરવામાં આવશે. આ અંગે કંપની દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે AIA Engineering Ltd કંપનીએ ડિલિસ્ટિંગની જાહેરાત કરી છે. આ માટે 29 એપ્રિલના રોજ કંપની દ્વારા અખબારોમાં જાહેરાત આપવામાં આવી હતી. આ કંપનીમાં હાલમાં પ્રમોટર્સ પાસે 58.47 ટકા શેરનો હિસ્સો છે, બાકીનો 41.43 ટકા હિસ્સો લગભગ 15 હજાર કરોડ જેટલી રકમ ચુકવીને ખરીદવામાં આવશે.
AIA એન્જિનીયરનું માર્કેટ વેલ્યુ 35,561 કરોડનું છે. આ શેર 29 એપ્રિલ 2024ના રોજ માર્કેટ બંધ થયું ત્યારે 3.40 ટકા ઘટીને રૂ. 3,772 પર બંધ થયો હતો. AIA એન્જિનીયર કંપની હાઈ-ક્રોમ ગ્રાઇન્ડીંગ મીડિયા, લાઇનર્સ અને ડાયાફ્રેમ્સનું ઉત્પાદન કરે છે, જેને સામૂહિક રીતે મિલ ઇન્ટરનલ તરીકે ઓળખવામાં આવે છે. તેનો ઉપયોગ સિમેન્ટ, પાવર યુટિલિટી અને એગ્રીગેટ્સ અને ખાણકામ ઉદ્યોગોમાં ક્રશિંગ અને ગ્રાઇન્ડિંગ કામગીરી માટે થાય છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500