Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉત્તરપ્રદેશના ઉન્નાવમાં એક ચીટફંડ કંપની 15 દિવસમાં પૈસા ડબલ કરવાના બહાને કરોડો રૂપિયા લઈ ફરાર

  • August 16, 2024 

ઉત્તરપ્રદેશના ઉન્નાવમાં એક ચીટફંડ કંપની 15 દિવસમાં પૈસા ડબલ કરવાના બહાને કરોડો રૂપિયા લઈને ફરાર થઈ ગઈ છે. કંપનીના લોકોએ કેટલાક લોકોને અઠવાડિયામાં તો કેટલાકને 10 દિવસમાં પૈસા ડબલ કરવાની લાલચ આપી હતી. તેઓ શેર ટ્રેડિંગ અને ચીટફંડના નામે કંપની ચલાવતા હતા. છેતરપિંડીનો ભોગ બનેલા લોકોએ ઘણા મહિનાઓ સુધી ઓફિસના ચક્કર લગાવ્યા અને જ્યારે કોઈ ન મળ્યું ત્યારે તેઓ કંપની સંચાલકના ઘરે ગયા અને હોબાળો મચાવ્યો. પૂર્વ કાઉન્સિલર સુનીલ કુમારે જણાવ્યું કે, બાંગરમાઉ પોલીસ સ્ટેશન વિસ્તારના ગંજમુરાદાબાદના રહેવાસી અયાદ, કાશન, આમિર અને અદનાન સાથે મળીને ચીટફંડ કંપની શરુ કરી હતી.


આ લોકોએ સેંકડો લોકોને 15 દિવસમાં તેમના પૈસા ડબલ થઈ જશે તેવી લાલચ આપીને તેમની મહેનતની કમાણી કંપનીમાં જમા કરાવી હતી. થોડા દિવસ તેમણે લોકોને પૈસા પરત પણ આપ્યા, પરંતુ જ્યારે મોટી સંખ્યામાં લોકોએ તેમની કંપનીમાં પૈસા રોક્યા તો કંપની કરોડો રૂપિયા લઈને ફરાર થઈ ગયા હતા. 15 દિવસમાં પૈસા ડબલ થવાની લાલચમાં ઘણી મહિલાઓએ પોતાના ઘરેણાં ગીરવે રાખ્યા છે તો કોઈએ મિત્ર પાસેથી રૂપિયા 50 લાખ ઉધાર લઈને જમા કરાવ્યા છે. લોકોએ એવી આશાએ પૈસા જમા કરાવ્યા કે જયારે 15 દિવસમાં પૈસા ડબલ થઈ જશે ત્યારે ઘરેણાં પરત લઈ લેશે કે ઉધાર ચૂકવી દેશે.


પરંતુ જ્યારે કંપની પાસે વધુ નાણાં જમા થઈ ગયા અને કંપની ગાયબ થઈ ગઈ. આથી રોષે ભરાયેલા લોકો કંપની ડાયરેક્ટરના ઘરે ગયા અને હંગામો કર્યો. માહિતી મળતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને હંગામો કરનાર લોકોને કોઈક રીતે શાંત પાડ્યા હતા. સીઓ બાંગરમાઉ અરવિંદ ચૌરસિયાએ કહ્યું કે 4 મહિના પહેલા પણ ચીટફંડના લોકોએ એક નકલી લૂંટની જાણકારી આપી હતી, જેનો ખુલાસો પણ થયો હતો. લોકોની ફરિયાદ પર કેસ પણ નોંધવામાં આવ્યો હતો, પરંતુ તે પછી પીડિતો ફરી આવ્યા ન હતા. જયારે હવે લોકો ફરીથી અહીં હંગામો કરી રહ્યા છે. લોકોનો આરોપ છે કે અયાદ અને તેના પરિવારના છોકરાઓ લોકો પાસેથી પૈસા લેતા હતા અને 15 દિવસમાં પૈસા ડબલ કરવાની સ્કીમ આપતા હતા. પૈસા ક્યાં રોકાણ કરવા, શેમાં રોકાણ કરવું એવી કોઈ જ જાણકારી આપતા ન હતા. હવે લોકોની ફરિયાદના આધારે અયાદ અને તેના પરિવારના સભ્યો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે અને આ મામલે કાર્યવાહી કરવામાં આવી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application