Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સફાઇ કર્મચારીના સંતાનોને બમણી સ્કૉલરશિપ મળશે

  • March 05, 2021 

સફાઇ કામદારો અને સ્વાસ્થ્યને જોખમ રહે એવા ક્ષેત્રમાં કામ કરનારા કર્મચારીના સંતાનોને આપવામાં આવતી સ્કૉલરશિપની રકમમાં બમણો વધારો કરવામાં આવ્યો હોવાની જાહેરાત રાજ્યના સામાજિક ન્યાય પ્રધાન ધનંજય મુંડેએ મંગળવારે કરી હતી.

 

 

 

 

સામાજિક ન્યાય વિભાગ દ્વારા લેવામાં આવેલા નિર્ણય અનુસાર પ્રિ-મેટ્રિક સ્કૉલરશિપની યોજના હેઠળ મળતા લાભોમાં ફેરબદલ કરવામાં આવ્યા છે. તેથી એકથી દસ ધોરણના વિદ્યાર્થીઓને દર મહિને રૂ.૧૧૦ની જગ્યાએ રૂ. ૨૨૫ની સ્કૉલરશિપ આપવામાં આવશે. ઉપરાંત વાર્ષિક માનધનમાં પણ વધારો થતાં વિદ્યાર્થીઓને રૂ. ૩,૦૦૦ આપવામાં આવશે.

 

 

 

 

હૉસ્ટેલમાં રહેતા ત્રીજાથી દસમાના વિદ્યાર્થીઓને વાર્ષિક ૭૦૦ રૂપિયા અને વાર્ષિક અનુદાન રૂ. ૧,૦૦૦ જેટલી સ્કૉલરશિપ ચાલુ જ રહેશે. રાજ્યમાં સફાઇ કામદારો અને આરોગ્યને જોખમ રહે એવા ક્ષેત્રોમાં કામ કરનારા હજારો કર્મચારીઓના બાળકોને આ નિર્ણયને કારણે બમણો લાભ મળશે. મહત્ત્વની વાત એ છે કે, આ યોજનાનો લાભ લેવા માટે જાતપાત કે ધર્મનું બંધન રહેશે નહીં, એવી સ્પષ્ટતા ધનંજય મુંડેએ વધુમાં જણાવ્યું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application