કેન્દ્ર સરકાર પોતાના એક કરોડથી વધુ કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થું (DA) ત્રણ ટકા વધારી 45 ટકા કરે તેવી શકયતા છે. હાલમાં કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને હાલમાં 42 ટકા DA મળે છે. મોંઘવારી ભથ્થું દર મહિને શ્રમ બ્યુરો દ્વારા જારી કરવામાં આવેલા ઔદ્યોગિક શ્રમિકોના કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (સીપીઆઇ)ના આધારે નક્કી કરવામાં આવે છે. શ્રમ બ્યુરો શ્રમ અને રોજગાર મંત્રાલયની એક શાખા છે. ઓલ ઇન્ડિયા રેલવેંમ ફેડરેશનનાં મહાસચિવ શિવ ગોપાલ મિશ્રાએ પત્રકારોને જણાવ્યું હતું કે જૂન, 2023 માટે સીપીઆઇ-આઇડબ્લ્યુ, 31 જુલાઇએ જારી કરવામાં આવ્યું હતું.
તેમણે જણાવ્યું હતું કે, અમે મોંઘવારી ભથ્થામાં 4 ટકા વધારો કરવાની માંગ કરી રહ્યાં છે પણ સરકાર મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો કરે તેવી શક્યતા છે. ત્યારબાદ ડીએ વધીને 45 ટકા હોવાની સંભાવના છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, નાણા મંત્રાલયનો ખર્ચ વિભાગ DAમાં વધારાનો પ્રસ્તાવ તૈયાર કરશે અને પ્રસ્તાવની મંજૂરી માટે કેન્દ્રીય કેબિનેટ સમક્ષ રજૂ કરશે. DA વધારો જુલાઇ, 2023થી અમલમાં આવશે. DAમાં છેલ્લો વધારો 24 માર્ચ, 2023ના રોજ કરવામાં આવ્યો હતો અને તેનો અમલ જાન્યુઆરી, 2023થી કરવામાં આવ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500