કેન્દ્ર સરકારે ચોમાસાના આગમન પહેલા ખેડૂતોને મોટી ભેટ આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે ડાંગર સહિત અનેક પાકોની MSPમાં વધારો કર્યો છે. આ બાબતે મળતી માહિતી મુજબ ડાંગરની MSPમાં 143 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના દરે વધારો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત તુવેર અને અડદની દાળના લઘુત્તમ ટેકાના ભાવમાં પણ નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. સરકાર તરફથી આ જાહેરાત થતા જ ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો હતો. ખેડૂતોએ કેન્દ્ર સરકારના આ પગલાની પ્રશંસા કરી છે.
આ સાથે કેબિનેટમાં બેઠકમાં મોદી સરકારે ડાંગર સાથે સાથે અન્ય પાકોમાં નોંધપાત્ર વધારો કરવાની મંજુરી આપી દીધી છે. ખાસ વાત તો એ છે કે, ખરીફ પાકોની MSPમાં 3થી 6 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. તુવર દાળની MSPમાં 400 રૂપિયા પ્રતિ કલિંટલ પ્રમાણે વધારો કરવામાં આવ્યો છે. આ રીતે તુવરદાળનો ભાવ વધીને 7000 રૂપિયા પ્રતિ ક્વિંટલ થઈ ગયો છે. જ્યારે અડદની દાળ વિશે વાત કરીએ તો તેમાં પ્રતિ ક્વિંટલ 350 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.
જેથી તેનો ભાવ વધીને 6950 રૂપિયા પ્રતિ ક્વિંટલ પર પહોચી ગયો છે. આ સાથે તમને આ માહિતી આપી દઈએ કે દર વર્ષે કમીશન ફોર એગ્રીકલ્ચરલ કોસ્ટ એન્ડ પ્રાઈસ (CACP)ની ભલામણોના આધારે સરકાર 23 પાક પર MSP નક્કી કરે છે. CACP દ્વારા 23 પાકો માટે MSP માટે ભલામણ કરે છે. તેમાં સાત અનાજ, પાંચ કઠોળ, સાત તેલીબિયાં અને ચાર વેપારી પાકોનો સમાવેશ કરવામાં આવે છે. આ 23 પાકોમાંથી 15 ખરીફ પાકો છે, જ્યારે બાકીના રવિ પાક છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500