Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કેન્દ્ર સરકારે સંસદનું વિશેષ સત્ર બોલાવ્યું, આ સત્ર તારીખ ૧૮થી ૨૨ સપ્ટેમ્બર સુધી પાંચ દીવસ ચાલશે

  • September 01, 2023 

કેન્દ્ર સરકારે સંસદનું વિશેષ સત્ર બોલાવ્યું છે. આ સત્ર તારીખ ૧૮થી ૨૨ સપ્ટેમ્બર સુધી પાંચ દીવસ ચાલવાનું છે. તેમાં પાંચ બેઠકો થવાની છે. આ સત્ર ૧૭મી લોકસભાનું ૧૩મું સત્ર હશે અને રાજ્યસભાનું ૨૬૧મું સત્ર હશે. સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોષીએ ગુરૂવારે જણાવ્યું હતું. અચાનક બોલાવવામાં આવનાર આ વિશેષ સત્ર અંગે અનેક વિધ અટકળો થઇ રહી છે. આ પાંચ દીવસ ચાલનારાં સત્રમાં કાર્યવાહી શી હશે? સરકાર તરફથી કોઈ મહત્ત્વનું વિધેયક રજૂ કરાશે કે પછી નવાં સંસદ-ભવન સંબંધે હશે? કોઈ તો, કશી ગંભીર બાબતની ચર્ચા માટે પણ આ વિશેષ સત્ર બોલાવાયું હશે, તેવી પણ આશંકા દર્શાવે છે.



પ્રહલાદ જોષીએ તેમનાં ટ્વિટર ઉપર જણાવ્યું હતું કે, સંસદનું વિશેષ સત્ર (૧૭મી લોકસભાનું ૧૩મું સત્ર અને રાજ્ય સભાનું ૨૬૧મું સત્ર) આગામી તારીખ ૧૮થી ૨૨ સપ્ટેમ્બર દરમિયાન યોજાશે. તેમાં પાંચ બેઠક હશે. તે સર્વવિદિત છે કે, સંસદનું ચોમાસું સત્ર ૨૦ જુલાઈએ શરૂ થયું હતું અને ૧૧ ઓગષ્ટ સુધી ચાલ્યું હતું. ચોમાસું સત્ર દરમિયાન મણિપુર હિંસા બાબતે અને ત્યાં મહીલાઓ પ્રત્યે થયેલી ગેરવર્તણુંક માટે વિપક્ષોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં નિવેદનની માંગણી કરી હતી. તે પછી વિપક્ષો દ્વારા સરકાર વિરૂદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પણ રજૂ કરાયો. કોંગ્રેસ તરફથી રાહુલ ગાંધીએ મણિપુર મામલે સરકાર ઉપર જોરદાર હુમલો કરવામાં આવ્યો હતો. અવિશ્વાસ પ્રસ્તાવ પર થયેલી ચર્ચાનો વડાપ્રધાન મોદીએ જવાબ આપ્યો હતો. તે પછી 'વોઇસ-વેટ'માં અવિશ્વાસ પ્રસ્તાવ નિષ્ફળ રહ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application