ચૂંટણી કવરેજમાં ખોટી માહિતી આપવા માટે યુટ્યુબ ચેનલો બ્લોક કરવામાં આવી હતી. તેમજ સંસદીય કામકાજ સંદર્ભે પાયાવિહોણા અહેવાલ રજૂ કર્યા હતા. સુપ્રીમ કોર્ટ વિશે ભ્રામક માહિતી ફેલાવીને દર્શકોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા હતા. કેન્દ્ર સરકારે છ યુટ્યુબ ચેનલો પર પ્રતિબંધ મૂક્યો હતો.
સરકારનો આરોપ છે કે આ ચેનલો લોકોને ભ્રામક માહિતી આપી રહી છે અને સુપ્રીમ કોર્ટ, સંસદની કાર્યવાહી અને ચૂંટણીઓ વિશે ખોટી માહિતી ફેલાવી રહી છે. કેન્દ્ર સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ યુટ્યુબ ચેનલો થંબનેલમાં દેશની ટોચની ન્યૂઝ ચેનલોના જાણીતા એન્કરની તસવીરોનો ઉપયોગ કરતી હતી.
યુટ્યુબમાં તેને થંબનેલ કહેવામાં આવે છે,જે દર્શકો સૌથી પહેલા જુએ છે અને આ જોઈને દર્શકો વિડિયો પર ક્લિક કરે છે. આ છ યુટ્યુબ ચેનલો સબ્સ્ક્રાઇબર્સ વધારવા તેમજ તેમના વીડિયોનું મુદ્રીકરણ કરવા માટે ભ્રામક માહિતી ફેલાવી રહી હતી.સુપ્રીમ કોર્ટ વિશે ભ્રામક માહિતી ફેલાવીને દર્શકોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા હતા. કેન્દ્ર સરકારે છ યુટ્યુબ ચેનલો પર પ્રતિબંધ મૂક્યો હતો. સરકારનો આરોપ છે કે આ ચેનલો લોકોને ભ્રામક માહિતી આપી રહી છે અને સુપ્રીમ કોર્ટ, સંસદની કાર્યવાહી અને ચૂંટણીઓ વિશે ખોટી માહિતી ફેલાવી રહી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500