Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સાયણ વિસ્તારમાં ઘર સામે બાઈક રેસ કરવા બાબતે થયેલ બબાલનો મામલો પોલીસમાં પહોંચ્યો

  • September 21, 2024 

સુરત શહેરના સાયણ વિસ્તારમાં ગણપતિ વિસર્જનની મોડી રાત્રે ઘર સામે બાઈક રેસ કરવા બાબતે થયેલી બબાલનો મામલો ઓલપાડ પોલીસમાં પહોંચ્યો છે. આ બબાલમાં સોસાયટીના ત્રણ શખ્સોએ બાઈકને નુકસાન કરી બે યુવકોને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. મુળ બિહાર રાજ્યનો રવિ ઓમપ્રકાશ ગુપ્તા સાયણ ટાઉનની આદર્શ નગર-૧ સોસાયટીના રૂમ નં.૧૨માં ભાડેથી રહે છે અને સાયણમાં સી.એન.જી.પેટ્રોલ પંપની પાછળ આવેલા નિલકમલ ખાતામાં વોટરજેટ મશીન ચલાવવાનું કામ કરે છે.


ગત મંગળવારે તારીખ ૧૭ના રોજ રાત્રે ૧૧:૩૦ વાગ્યે રવિ ગુપ્તાનો મિત્ર અમિત તથા સુજીત બે બાઈક ઉપર અન્ય બે મિત્રોને બેસાડી આદર્શનગર સોસાયટીમાં ગણેશ વિસર્જન યાત્રામાં આવ્યા હતા. તે સમયે આ સોસાયટીમાં રહેતા દીપક બિંદના ઘર સામે અમિતે તેની બાઈક રેસ કરતા દીપક બિંદે અને તેના બે મિત્રો કરણ ઉર્ફે ફુગ્ગો સુરતી અને રાજ યાદવે અમિત સાથે ઝઘડો કરી માર મારી તેની બાઈક નંબર જીજે-૦૫,બીટી-૬૦૫૦ને લાકડાના ફટકા મારી નુકસાન કર્યું હતું. આ બાબતે રવિ ગુપ્તાએ હુમલો કરનાર ત્રણેયને સમજાવવા પ્રયાસ કરતા રવિ સાથે પણ ઝઘડો કરી રવિ અને અમિતને જાનથી મારી નાંખવાની ઘમકી આપી ફરાર થઈ ગયા હતા. જોકે આ ઘટના સમયે રવિ ગુપ્તાએ તારીખ ૧૯મીએ ત્રણેય શખ્સો વિરૂદ્ધ ઓલપાડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application