આ અંગે મળતી માહિતી પ્રમાણે,આજે રાજ્યભરમાં જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાવવાની છે. ત્યારે એક દુર્ઘટના સામે આવી છે. વઘઇમાં શિવઘાટના વળાંકમાં પરીક્ષાર્થીઓની કારને અકસ્માત નડ્યો છે. જુનિયર ક્લાર્કની પરીક્ષા આપવા જતા પરીક્ષાર્થીઓને લઈ જતી ટાવેરા ગાડીની બ્રેક ફેઇલ થઇ જતા અકસ્માત સર્જાયો હતો,જોકે સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાની નથી થઇ. પરીક્ષાર્થીઓને વૈકલ્પિક વ્યવસ્થા કરી પરીક્ષા કેન્દ્રો સુધી લઈ જવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
ડાંગ જીલ્લામાં વઘઇ શિવઘાટના વળાંક પાસે જુનિયર ક્લાર્કની પરીક્ષાર્થીઓની કારની બ્રેક ફેઇલ થતા અકસ્માત નડ્યો છે. જોકે, આમાંથી કોઇને જાનહાની થઇ નથી. આ પરીક્ષાર્થીઓને વૈકલ્પિક વ્યવસ્થા કરીને પરીક્ષા કેન્દ્ર સુધી લઇ જવામાં આવ્યા છે. હાલ આ તમામ પરીક્ષાર્થીઓ પોતપોતાના કેન્દ્રમાં પહોંચી ગયા છે.
ગુજરાત પંચાયત સેવા પંસદગી બોર્ડ દ્વારા આજે જૂનિયર ક્લાર્કની પરીક્ષા યોજાવવાની છે.ત્યારે તંત્ર પણ સજ્જ થઈ ગયુ છે અને ઉમેદવારોને પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચવામાં કોઈપણ જાતની મુશ્કેલી ન પડે તે માટે હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યા છે. પરીક્ષમાં કોઈ ગેરરીતી કે અનિચ્છનીય બનાવ ન બને તે માટે તમામ કેન્દ્રો પર જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત તમામ કેન્દ્રો પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. આપને જણાવીએ કે, ગત જાન્યુઆરીના રોજ પેપર લીક થતા પરીક્ષા રદ કરવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500