વ્યારાની મોદી હોસ્પિટલમાં બાળકની સારવાર કરાવવા માટે આવેલા મહારાષ્ટ્ર-નવાપુરના શિક્ષકની સ્વીફ્ટ કાર ચોરાઈ હોવાની ફરિયાદ વ્યારા પોલીસ મથકે નોંધાઈ છે.
પ્રાપ્ત માહિતી મુજબ નજદિકના મહારાષ્ટ્રના નવાપુરની પ્રભાકર કોલોનીમાં રહેતા નિકેતનભાઈ દાસુભાઈ વસાવે, સાંકરી તાલુકાના આંબુર ગામે શિક્ષક તરીકે નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. જેઓએ ઘર વપરાશ માટે સસરા ભટટુભાઈ શામજીભાઈ પાડવીના નામે મારુતિ સુઝીકી કંપની સ્વીફ્ટ ડીઝાયર કાર નંબર એમએચ/૩૯/એબી/૨૯૧૪ ની ખરીદી કરી ઉપયોગ કરતા હતા.
મોદી હોસ્પિટલ સામે રોડ ઉપર કાર મૂકી નિકેતનભાઈ હોસ્પિટલમાં જતા રહ્યા હતા
ગત તા.૮મી સપ્ટેમ્બર ૨૦૨૧થી શિક્ષકના છોકરાની વ્યારા ખાતે આવેલ મોદી હોસ્પિટલમાં સારવાર ચાલતી હોય, તા.૨૩મી સપ્ટેમ્બર નારોજ સાંજના આઠેક વાગે મોદી હોસ્પિટલ સામે રોડ ઉપર કાર મૂકી નિકેતનભાઈ હોસ્પિટલમાં જતા રહ્યા હતા જોકે બીજા દિવસે પરત હોસ્પિટલ માંથી બાહર જોતા રોડ પર મુકેલ કાર નજરે પડેલ નહી, હોસ્પિટલના સ્ટાફ સહિત આસપાસના વિસ્તારમાં તપાસ કરતા કારનો કોઈ પત્તો લાગ્યો ન હતો, આ બનાવ અંગે નિકેતનભાઈ દાસુભાઈ વસાવેએ શુક્રવારે વ્યારા પોલીસ મથકે ફરિયાદ કરતા પોલીસે કાર ચોરી અંગેની અજાણ્યા ચોર ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500