સુરત જિલ્લાના ઓલપાડ ના ઓભલા ગામ પાસે કાર ચાલક સાથે થયેલી લૂંટનો ભેદ ઉકેલાયો છે. પોલીસે ચાર મહિલા અને એક પુરુષની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી તમામ લૂંટનો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે. ગાડી બંધ પડી ગઈ છે ધક્કો મારવાનું કહી ઘેની પદાર્થ સુંઘાડી લૂંટ કરાઈ હતી. પોલીસે ચાર મહિલા અને યુવકની ધરપકડ કરી છે. ગઈકાલે સુરતના ઓલપાડ તાલુકાના ઓભલા ગામ પાસે એક લૂંટ ની ઘટના બની હતી , સુરત ના ગૌરવ પથ ખાતે રહેતા વ્યાપારી મનોજ રાજમલ ગોયલ ગઈકાલે પોતાની કાર માં ડ્રાયવર સાથે સુરત થી ભરૂચ તરફ જઈ રહ્યા હતા
દરમ્યાન ઓલપાડ ના ઓભલા ગામ પાસે એક કાર ચાલક અને મહિલાઓ રસ્તા પર ઉભા હતા અને ભોગ બનનારની કારને હાથ બતાવી ઉભી રાખી હતી. કાર ઉભી રહેતા નજીક આવી કાર ખરાબ થઈ ગઈ છે કહી ધક્કો મારવા જણાવતા કાર ચાલક ડ્રાઈવર નીચે ઉતર્યો હતો. નીચે ઉતરતા જ હાજર ચાર મહિલાઓ અને એક ઇસમે ડ્રાયવર સાથે ઝપાઝપી કરી હતી અને તેને ઘેની પદાર્થ સુંઘાડી બેભાન કરી દીધો હતો. ત્યારબાદ ભોગ બનનાર નીચે ઉતરતા તેની સાથે પણ ઝપાઝપી કરી ભોગ બનનાર ને પણ ઘેની પદાર્થ સુંઘાડી દઈ ભોગ બનનાર એ પહેરેલા સોના ના ઘરેણાં તેમજ ઘડિયાળ લૂંટી ફરાર થઇ ગયા હતા.
જોકે ભાનમાં આવતા તરત જ પોલીસને જાણ કરતા પોલીસ એક્ટિવ થઈ હતી. સુરત જિલ્લા એલ.સી.બી, એસ.સી.જી અને કીમ પોલીસના સંયુક્ત રીતે ટીમ બનાવી હતી અને બાતમીદારો થકી બાતમી મળતા તમામ ને પોલીસે તમામ કડોદરા ચાર રસ્તા નજીક થી ઝડપી પડ્યા હતા. અને આરોપીઓ પાસે તમામ 28 લાખ નો મુદ્દામાલ સાથે ઝડપી પડયા હતા. આ ધાડ લૂંટના ગુનામાં સમગ્ર મામલે પોલીસે ચાર મહિલા તેમજ એક યુવકની ધરપકડ અન્ય કોઈ ગુનાઓને અંજામ આપ્યો છે કે કેમ તે અંગે રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500