Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મહિલાઓ માટે બસ સ્ટોપ પર બસ ન રોકવા બદલ બસ ડ્રાઇવરને સસ્પેન્ડ કરાયો

  • May 19, 2023 

દિલ્હી સરકારે મહિલાઓ માટે બસ સ્ટોપ પર બસ ન રોકવા બદલ બસ ડ્રાઇવરને સસ્પેન્ડ કરી દીધો છે. આ અંગેનો વીડિયોનો વાયરલ થતા આ ઘટના સામે આવી હતી જેના આધારે બસના ડ્રાઇવર સામે કાર્યવાહી કરવામાં આવી છે.


વીડિયોમાં જોઇ શકાય છે કે ત્રણ મહિલાઓ બસમાં એ સમયે ચઢવાનો પ્રયત્ન કરે છે કે જ્યારે બસ પેસેન્જરોને ઉતારવા માટે બસ સ્ટોપ પર ઉભી રહી હતી. જો કે બસ ડ્રાઇવરે આ મહિલાઓ બસમાં ચઢી જાય તેની રાહ જોયા વગર તાત્કાલિક બસ ઉપાડી લીધી હતી જેના કારણે આ મહિલાએ બસમાં પ્રવેશી શકી ન હતી.સરકારી અધિકારીઓના જણાવ્યા અનુસાર બસના ડ્રાઇવરની ઓળખ કરી લેવામાં આવી છે અને તેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે જણાવ્યું છે કે કેટલાક બસ ડ્રાઇવરો મહિલા યાત્રીઓ માટે ઉભા રહેતા નથી. આવા ડ્રાઇવરો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.


કેજરીવાલે ટ્વિટર પર જણાવ્યુ છે કે મહિલાઓ બસમાં મફતમાં મુસાફરી કરવાની સુવિધા હોવાથી ડ્રાઇવરો મહિલાઓ માટે બસ રોકતા ન હોવાની ફરિયાદ મળી છે. બસ ડ્રાઇવરોની આ વર્તણૂકને ચલાવી લેવામાં નહીં આવે.હું તમામ પુરુષ અને મહિલા બસ ડ્રાઇવરોને અપીલ કરું છું કે તેઓ બસને બસ સ્ટોપ પર ઉભી રાખે. ઉલ્લેખનીય છે કે ડીટીસીની બસોમાં ૨૯ ઓક્ટોબર, ૨૦૧૯થી મહિલાઓ માટે મફતમાં મુસાફરીની સુવિધા શરૃ થઇ છે. વર્ષ ૨૦૨૧-૨૨માં મહિલા યાત્રીઓએ ડીટીસીની બસોમાં ૧૩.૦૪ કરોડ મફત મુસાફરી કરી હતી જ્યારે કલસ્ટર બસોમાં ૧૨.૬૯ કરોડ મફત મુસાફરી કરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application