કુકરમુંડામાં આવેલ ચીરમટી ગામની સીમમાંથી પસાર થતો સ્ટેટ હાઇવે પર સોમવારના રોજ સવારે મહારાષ્ટ્ર રાજ્યના ધુલીયાથી આણંદ જતી બસ નંબર GJ-18-Z-7301માં 50 થી વધુ મુસાફરો બેસાડીને પસાર થઇ રહી હતી, જે દરમિયાન રસ્તા ઉપર મૂંગા જાનવરો અને સામેથી ટેમ્પો આવતા બસ ચાલકએ બસને સાઈડમાં લેતા બસ રસ્તાની સાઈડમા ઉતરી ગઈ હતી.
તાપી જિલ્લામાં વિવિધ સ્થળોએ હાલ વરસાદી પાણીના કારણે જમીન પોચી થઈ ગઈ છે. સોમવારે કુકરમુંડા ના ચીરમટી ગામની સીમમાં રસ્તા ઉપરથી સાઈટમાં ઉતરેલ બસમાં સવાર 50થી વધુ મુસાફરોને બસના ઇમર્જન્સી દરવાજા માંથી બહાર કાઢવામાં આવ્યા હતા અને બસમાં સવાર મુસાફરોને સદ નસીબે કોઈ પણ જાનહાની થઇ નથી. બસમાં મુસાફરી કરનાર તમામ મુસાફરોને રિફંડ આપવામાં આવ્યું હતું અને નજીકમાં કુકરમુંડા બસ સ્ટેશન સુઘી ખાનગી વાહનો મારફતે મુસાફરોને પહોંચડાવામાં આવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application