કોરોનાકાળમાં પણ વિકાસયાત્રાને જારી રાખતાં રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના વરદ્દ હસ્તે સુરતીઓને કરોડોના વિકાસકામોની ભેટ સાથે સુરત શહેરમાં વિકાસપર્વ ઉજવાશે.
મુખ્યમંત્રી મનપા અને સુડાના રૂ.૧૨૭૦ કરોડના વિવિધ પ્રકલ્પોનું ખાતમુહુર્ત-લોકાર્પણ કરશે. તેઓ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત સુરત શહેરના વિવિધ ઝોન વિસ્તારમાં રૂા.૩૦૭.૪૦ કરોડના ખર્ચે સાકારિત ૪૩૧૧ આવાસોનું લોકાર્પણ ઉપરાંત મનપા દ્વારા નિર્મિત રૂ.૧૨૯.૭૬ કરોડના ૧૮૬૫ આવાસો અને સુરત શહેરી વિકાસ સત્તામંડળ (સુડા) દ્વારા રૂા.૬૭.૬૧ કરોડના ખર્ચે નિર્માણ પામેલા ૧૬૮૯ આવાસોના ડ્રો કરશે.સાથોસાથ રૂ.૯૦ કરોડના ખર્ચે તાપી નદી પર ઉમરા-પાલને જોડતા નવનિર્મિત બ્રિજને ખુલ્લો મૂકાશે. સુરત મહાનગરપાલિકા દ્વારા સાકારિત વિકાસકાર્યો શહેરીજનોની સુખસુવિધામાં વધારો કરશે.
અમૃત યોજના અંતર્ગત કતારગામ ઝોન વિસ્તારમાં રૂા.૨ર૯.૮૦ કરોડના ખર્ચે હયાત સિંગણપોર સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું નવીનીકરણ તથા ક્ષમતા વિસ્તૃતિકરણ (૧૫૫ એમ.એલ.ડી. ક્ષમતાથી ૨૫૫ એમ.એલ.ડી. ક્ષમતા સુધી) સહિતના તથા રાંદેર ઝોન વિસ્તારમાં રૂ।.૧૮૯.૩૫ કરોડના ખર્ચે હયાત ભેંસાણ સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું નવીનીકરણ તથા ક્ષમતા વિસ્તૃતિકરણ (૧૦૦ એમ.એલ.ડી. ક્ષમતાથી ૨૦૦ એમ.એલ.ડી. ક્ષમતા સુધી) અને જહાંગીરાબાદ સુએઝ પંપીંગ સ્ટેશનના ઇલેકટ્રીકલ-મિકેનીકલ વિસ્તૃતિકરણ સહિતના પ્રકલ્પનું લોકાર્પણ કરાશે.
સ્માર્ટસિટી મિશન અંતર્ગત લિંબાયત ઝોન વિસ્તારમાં રૂા ૨૫૬.૩૧ કરોડના ખર્ચે હયાત ડિંડોલી સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું નવીનીકરણ તથા ક્ષમતા વિસ્તૃતિકરણ (૬૬ એમ.એલ.ડી. ક્ષમતાથી ૧૬૭ એમ.એલ.ડી. ક્ષમતા સુધી) તથા પાંડેસરા સ્થિત ઔદ્યોગિક એકમોને ઈન્ડસ્ટ્રીયલ ગ્રેડ પાણી તૈયાર કરી પુરૂ પાડવા ૪૦ એમ.એલ.ડી. ક્ષમતાનો ટર્શરી સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું લોકાર્પણ મુખ્યમંત્રીશ્રીના હસ્તે થશે.
પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત જરૂરિયાતમંદોને 'ઘરનું ઘર' મળશે. જેમાં ઉત્રાણ પાવર સ્ટેશનની સામે, મોટા વરાછા ખાતે EWS-II પ્રકારના તમામ આંતરિક સુવિધાઓ સાથેના પર૦ આવાસો, સુમન આસ્થા એસ્સાર પેટ્રોલ પંપની બાજુમાં, ભીમરાડ ખાતે EWS-II ૩૦૪ આવાસો, સુમન સંજીવની, મહિલા આઈટીઆઈની બાજુમાં, ભીમરાડ ખાતે EWS-II પ્રકારના ૩૬૦ આવાસો, સુમન ભાર્ગવ, ભગવાન મહાવીર કોલેજની બાજુમાં, ભરથાણા-વેસુ ખાતે EWS-II પ્રકારના ૧૧૪૮ આવાસો, કતારગામમાં સુમન સારથી, રવજી ફાર્મની બાજુમાં, સિદ્ધિવિનાયક સોસાયટીની બાજુમાં, વેડરોડ ખાતે EWS-II પ્રકારના ર૦૩ આવાસો તેમજ વરીયાવમાં સુમન સાધના, શીતલ રેસિડેન્સી પાસે ૫૧૮ આવાસો નું લોકાર્પણ કરવામાં આવશે
મુખ્યમંત્રી વિજયભાઈ તા.૧૧મી જુલાઈએ સુરત મહાનગરપાલિકાના વિવિધ વિકાસકામોનું ખાતમુહુર્ત અને લોકાર્પણ કરશે, જેમાં મનપાના ડ્રેનેજ વિભાગ દ્વારા અમૃત મિશન યોજના અંતર્ગત સિંગણપોર ખાતેના સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું ૧૫૫ એમ.એલ.ડી. ક્ષમતાથી રપપ એમ.એલ.ડી. ક્ષમતા સુધી વિસ્તૃતિકરણ તેમજ હયાત ૧૫૫ એમ.એલ.ડી. ક્ષમતાના સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું અપગ્રેડેશન સહિતની આનુષાંગિક કામગીરીનું લોકાર્પણ કરશે.
સરકારશ્રીની અમૃત યોજના, ૧૪મા નાણાપંચ તથા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત નાણાંકીય સહાય દ્વારા કુલ રૂ.૨૨૯.૮૦ કરોડનો પ્રોજેકટ તૈયાર કરાયો છે. તાપી નદી પર સાકારિત થનાર સુચિત બેરેજના ઉપરવાસમાં સ્થિત પ્લાન્ટના તાપી નદીમાં ઠલવાતા ટ્રીટેડ સુએઝ ડીસ્પોઝલ પોઈન્ટને ધ્યાને રાખી સિંગણપોર સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે કુલ રપપ એમ.એલ.ડી. ક્ષમતાના ફાયબર ડિસ્ક ફિલ્ટરની વ્યવસ્થા કરવામાં આવી છે. જે થકી વોટર બોડી ડિસ્ચાર્જ/સ્ટ્રેન્જન્ટ ડિસ્ચાર્જ પેરામીટર મેળવવામાં આવશે. આ સાથે પર્યાવરણ હિતમાં પ્લાન્ટ ખાતે ૧.૦૦ Mwe ક્ષમતાનો સ્થાપિત બાયોગેસ બેઈઝડ પાવર પ્લાન્ટ તેમજ આનુષાંગિક અન્ય પ્રકલ્પોનું નવીનીકરણ કરાયું છે.
જે સુરત મહાનગરપાલિકાને પ્લાન્ટ ઓપરેશન માટેના વીજ પુરવઠા બિલમાં ઘણાં અંશે રાહતરૂપ રહેશે. નોર્થઝોનમાં સમાવિષ્ટ પારસ, સિંગણપોર, કંતારેશ્વર, ભરીમાતા તથા સિંગણપોર સુએઝ પમ્પીંગ સ્ટેશન હેઠળના ડ્રેનેજ કેચમેન્ટ વિસ્તાર ઉપરાંત તાપી નદી શુધ્ધિકરણ અંતર્ગત વિયર-કમ-કોઝવેથી હેઠવાસમાં તાપી નદી ડાબા કાંઠા સ્થિત કોતર નં.૭ તથા કોતર નં.૯ ના આઉટલેટસ સિંગણપોર સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ કેચમેન્ટ હેઠળ કુલ ૧૯૮૪ હેકટર વિસ્તાર આવરી લેવામાં આવ્યા છે. આ સુવિધા અંતર્ગત વર્ષ ૨૦૩૪ સુધી અંદાજિત ૧૩.૫૦ લાખ વસ્તી તેમજ વર્ષ ર૦૪૮ સુધી અંદાજિત ૧૫.૮૧ લાખ વસ્તી આવરી લેવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Applicationકાર્તિક આર્યનની ફિલ્મ 'પતિ, પત્ની ઔર વોહ ટૂ'માં રવિના ટંડનની એન્ટ્રી
November 22, 2024