આણંદ જિલ્લાના તારાપૂર મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ, પેટા વિભાગનો નાયબ ઇજનેર દિલીપ વસૈયા ૬૦ હજારની લાંચ લેતા ઝડપાયો છે.ખેતી વિષયક વીજ કનેક્શન આપવા માટે માંગી હતી લાંચની રકમ..
એસીબીને ફરીયાદ કરનાર જાગ્રત નાગરિકનું તારાપુર તાલુકાના વલ્લી ગામે જમીન ભાડે રાખી કમળની ખેતી કરતા હતા જેથી ખેતી વિષયક વીજ કનેકશન મેળવવા સારુ તારાપુર મધ્ય ગુજરાત વીજ કંપની લીમીટેડ ખાતે જરૂરી પુરાવા સાથે અરજી કરેલ. જે અરજીની સાથે જરૂરી ફી ભરેલ. જે અનુસંધાને આરોપીએ જમીનમાં સ્થળ મુલાકાત કરેલ અને સદરહુ જમીનમાં કોઇ પણ પ્રકારનુ ખેતીકામ થતુ નથી તેમજ આ જમીનમાં કમળના ઉત્પાદન માટે તલાવડી બનાવવામાં આવેલ છે .
જેથી ખેતી વિષયક વીજ જોડાણ ના મળી શકે તેવી નોટીસ આપેલ હોઇ જેથી જે નોટીસ સંદર્ભે ફરીયાદી આરોપીને રૂબરૂ મળતાં જણાવેલ કે તમને વીજ કનેકશન મળવા પાત્ર નથી પરંતુ વીજ કનેકશન જોઇતુ હોય તો તમારે મારો વ્યવહાર કરવો પડશે તેવું જણાવી આ કામ પેટે આરોપીએ પ્રથમ રૂ. ૨,૦૦,૦૦૦ /- ની લાંચની માંગણી કરેલ. જેથી ફરીયાદીએ વિનંતી કરી કંઇક ઓછું કરવા જણાવતાં રકજકના અંતે છેલ્લે રૂ.૬૦,૦૦૦/- લાંચ પેટે આરોપીએ માંગતા ફરીયાદી લાંચના નાણાં આપવા માંગતા ન હોઇ એસીબીનો સંપર્ક કરતા ફરીયાદીની ફરીયાદ આધારે ગોઠવેલ લાંચના છટકામાં આરોપીએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચની માંગણી કરી લાંચના નાણાં સ્વીકારતા પકડાઇ ગયો હતો.હાલ આરોપીને એસીબીએ ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500