કતારગામ ડેરી ફળીયુમાં રહેતા યુવકે તેની સગીર પ્રેમીકા પાસે તેની સાથેના અંગતપળોનો વીડીયો વાયરલ કરવાની ધમકી આપી બ્લેકમેઈલ કરી ઘરમાંથી રૂપિયા ૨.૮૦ લાખની ચોરી કરાવી પૈસા પડાવ્યા હોવાની ફરિયાદ પોલીસમાં નોધાઈ છે.
કતારગામ પોલીસના જણાવ્યા મુજબ કતારગામ ડેરી ફળિયામાં રહેતા કુશ પટેલ નામના યુવકે તેના જ વિસ્તારમાં રહેતી ૧૬ વર્ષ ૨ માસ અને ૨૩ દિવસની સગીરાને પોતાના પ્રેમજાળમાં ફસાવી હતી કુશે ઓગસ્ટ ૨૦૨૦માં સગીરા સાથે અવાર નવાર તેની મરજી વિરૂધ્ધ શારીરીક સંબંધો બાંધ્યા હતા અને તેનો પોતાના મોબાઈલમાં વીડીયો પણ ઉતાર્યો હતો. ત્યારબાદ કુશ પટેલે અંગતપળોનો વીડીયોના આધારે સગીરાને તારે હું કહુ તેમ કરવુ પડશે તથા મને ગેમે ત્યાંથી રૂપિયા આપવા પડશે નહી તો હું આપણો બન્નેનો વીડીયો વાયરલ કરવાની ધમકી આપી બ્લેકમેઈલ કરવાની શરુઆત કરી હતી કુશ પાસે અંગતપળોનો વીડીયો હોવાથી સગીર પણ ગભરાઈ ગઈ હતી અને કુશના કહેવા પર તેના ઘરમાંથી ટુકડે ટુકડે કરી રૂપિયા ૨,૫૦,૦૦૦ અને તેના ભાઈના ઘરમાંથી રૂપિયા 3૦ હજાર મળી કુલ રૂપિયા ૨,૮૦,૦૦૦ ઘરમાંથી ચોરી કર્યા હતા અને આ પૈસા કુશ પટેલને આ્પ્યા હતા બનાવ અંગે પોલીસે સગીરાના પરિવારની ફરિયાદને આધારે કુશ પટેલ સામે બળાત્કાર સહિતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.(ફાઈલ ફોટો)
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application