Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રશિયા યુક્રેન યુદ્ધમાં મોતને ભેટેલા યુવકનો મૃતદેહ 12 દિવસ બાદ પણ ભારત આવ્યો નહી

  • March 11, 2024 

રશિયા યુક્રેન યુદ્ધમાં સુરતના યુવાનનું મોત નિપજ્યું છે. 23 વર્ષીય હેમિલ અશ્વિન માંગુકિયાનું મોત નિપજ્યું છે. હેમિલ માંગુકિયા રશિયાની આર્મી માં સહાયક તરીકે ભરતી થયો હતો. પરંતું મોતના 12 દિવસ બાદ પણ હેમિલનો મૃતદેહ ભારત આવ્યો નથી. ત્યારે હેમિલનો મૃતદેહ લેવા પરિવાર આવતી કાલે રશિયા જશે. પરિવારે દીકરાનો મૃતદેહ લાવવા માટે પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ ગૃહ મંત્રી હર્ષ સંઘવી અને કલેક્ટર સૌરવ પારધી પાસે મદદ માંગી હતી. 


સુરતના હેમિલ માંગુકિયાનું યુક્રેનના ડ્રોન હુમલામાં રશિયામાં મોત થયું હતું. સૌરાષ્ટ્રવાસી પટેલ પરિવારનો જુવાનજોધ પુત્ર હેમિલ માંગુકિયા મોતને ભેટયો છે. હેમિલ રશિયન આર્મીમાં સિક્યુરિટી હેલ્પર તરીકે કામ કરતો હતો. હેમિલના મૃતદેહને સુરત લાવવા પિતા અને કાકા મૂંઝવણમાં હતા. ત્યારે હેમિલનો પરિવાર તેનો મૃતદેહ લેવા રશિયા જવા માટે જાતે જ તૈયાર થયો છે. આ માટે તેઓએ વિઝા પણ મૂકી દીધા છે. હેમિલનો મૃતદેહ પરત લાવા પરિવારએ તંત્રનો સંપર્ક કર્યો હતો. રશિયન સરકાર અને આર્મી તરફથી ઇન્ડિયન એમ્બેસીએ હેમિલના પરિવારનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ એમ્બેસીએ જણાવ્યું કે મૃતદેહ સુરત હેમીલના પરીવાર સુધી પહોંચાડવામાં આવશે. જો કે હજુ કોઈ ફાઈનલ ડેટ આપવામાં આવી નથી.


ત્યારે હવે પરિવાર ખુદ દીકરાના મૃતદેહને લેવા માટે રશિયા જશે. સુરતના વેલેંજા શિવ બંગલોમાં રહેતાં અશ્વિનભાઈ માંગુકિયા મૂળ સૌરષ્ટ્રના વતની છે. તેઓ સુરતમાં લેસ પટ્ટીનું કામકાજ કરે છે. તેમને પરિવારમાં ત્રણ પુત્ર અને એક પુત્રી છે. તેમનો 23 વર્ષીય પુત્ર અશ્વિન માંગુકિયાને વિદેશ નોકરી કરવા માગતો હતો. નોકરી પર લાગવા માટે youtube પર સતત સર્ચ મારતો રહેતો હતો. Youtube વિડીયો મારફતે બાબા નામની વેબસાઈટ પર ગયો હતો. વેબસાઈટ તકી નોકરી માટે સંપર્ક કર્યો હતો. ત્યારે યુવકને રશિયા આર્મીમાં સહાયક તરીકે નોકરીની ઓફર આપવામાં આવી હતી.


2023 માં ડિસેમ્બર મહિનામાં અશ્વિન રશિયા આર્મીમાં સહાયક તરીકે નોકરીએ લાગી ગયો હતો. અશ્વિન નોકરીએ લાગ્યા બાદ પરિવાર સાથે ટેલિફોનિક અને વીડિયો કોલ પર વાત કરતો રહેતો હતો. અશ્વિન પરિવારને કહેતો હતો કે આર્મી ઓફિસની અંદર જ માટે કામ કરવાનું રહેતું હોય છે.  અશ્વિનને સહાયક તરીકે નોકરીએ રાખ્યા બાદ રશિયા આર્મીએ અશ્વિનને લાખો રૂપિયા પગાર આપવાની લાલચ અપાઈ હતી. તેને હથિયાર ચલાવવાની તાલીમ આપી આર્મીમાં ભરતી કરી લેવાયો હતો. અશ્વિનને રશિયાઈ યુકેન યુદ્ધમાં હથિયાર આપી યુદ્ધ લડવા માટે ઉતારી દીધો હતો. જ્યાં અશ્વિનનું ડ્રોન હુમલામાં મોત નીપજ્યું છે તેવું પરિવારજનો જણાવી રહ્યા છે. 


મહત્વની વાત એ છે કે કે રશિયા હવે યુક્રેન સામે યુદ્ધ લડવા માટે અન્ય દેશના જવાનોને બોલાવી રહ્યું છે. એ વખતે આ મુદ્દો વધારે ચર્ચાતો ન હતો. પરંતુ 2 દિવસ પૂર્વે હૈદરાબાદમાં અસદુદ્દીન ઓવૈસીએ પ્રેસ કોન્ફરન્સ કરીને ખુલાસો કર્યો હતો કે ભારતના યુવકોને રશિયામાં બીજું કામ આપવાનું કહીને યુક્રેન સામે યુદ્ધ લડવા માટે મજબૂર કરવામાં આવી રહ્યા છે. ગત ડિસેમ્બર મહિનામાં રશિયા ગયેલા આ ગ્રૂપમાં ગુજરાતમાંથી બે યુવકો સામેલ હતા. જ્યારે સુરતના વેલંજા શિવ બંગલોમાં રહેતાં 23 વર્ષીય અશ્વિન માંગુકિયાનું રશિયા યુક્રેન યુદ્ધમાં મોત નિપજ્યું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application