ચીખલી તાલુકાના ફડવેલ ગામના ઘોલી ફળિયા ખાતે રહેતો સુનિલ રતિલાલ પટેલ (ઉ.વ.27)નાઓ ગામમાં જ હીરા ઘસવાનું કામકાજ કરતો હતો. જોકે તે ગત તારીખ 24/12/2023ના રોજ સાંજના સમયે ઘરથી નીકળી ગયો હતો જેથી તેની તપાસ આજુબાજુના વિસ્તારોમાં તેમજ સગા સંબંધીઓને ત્યાં તપાસ કરવા છતાં તેનું કોઈ પતો મળી આવ્યો ન હતો. જોકે ફડવેલ ગામે આવેલ મોટા તળાવમાં દુર્ગંધ આવતા તે વાતની જાણ ગામના સરપંચને કરાતા સરપંચે કેટલાક યુવકો સાથે તળાવના પાણીમાં જઈ તપાસ કરતા એક ડીકમ્પોઝ થયેલ હાલતમાં યુવકની લાશ મળી આવી હતી તે લાશ સુનિલ પટેલની હોવાનું બહાર આવ્યું હતું. બનાવ અંગે ચીખલી પોલીસે લાશનો કબ્જો મેળવી ચીખલી રેફરલ હોસ્પિટલમાં પીએમ કરાવવા માટે લઈ આવી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application