ઉકાઇ થર્મલ પાવર સ્ટેશનના પંપ હાઉસ પાસેથી પસાર થતી ઉકાઇ ડાબા કાંઠા કેનાલના પાણીમાંથી આશરે 50 વર્ષીય અજાણ્યા ઇસમનો મૃતદેહ મળી આવ્યો હતો.જોકે સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.
સોનગઢ-ઉકાઇ થર્મલના પંપ હાઉસ પાસે ફરજ બજાવતાં સિક્યુરિટી સ્ટાફને ઉકાઈ ડાબા કાંઠા કેનાલના પાણીમાં એક અજાણ્યા પુરુષ જેવા શખ્સનો મૃતદેહ જોવા મળતાં તેમણે ઉકાઈ પોલીસને જાણ કરી હતી. પોલીસ સ્ટાફ સ્થળ પર પહોંચી મૃતદેહને પાણીમાંથી બહાર કઢાવી તેની ઓળખ કરવા પ્રયત્ન કર્યા હતાં પરંતુ તેની ઓળખ થાય એવા કોઈ ચિહ્ન મળ્યા ન હતાં. આ આશરે 50 વર્ષીય ઈસમ કે જેના નામ ઠામ ની ખબર નથી તે કોઈક રીતે ઉકાઈ ડાબા કાંઠા કેનાલ ના પાણીમાં ડૂબી ગયા બાદ મરણ પામ્યો હતો.જે અજાણ્યા ઈસમ ની લાશ મળી આવી છે.
તેનું વર્ણન આ મુજબ છે.
તેણે શરીરે લાંબી બાયનું ઝીણી ચોકડી વાળો ટેલરના સ્ટીકર વગરનો શર્ટ તેમજ સફેદ કલરની બનીયાન પહરેલ છે અને મહેંદી કલરનો પેન્ટ પહેરેલ છે. અજાણ્યો ઇસમ શરીરે મધ્યમ બાંધાનો અને મોઢું ગોળ છે તથા ઉંચાઇ આશરે 5 ફુટ જેટલી છે. આ ઈસમ અંગે કોઈ ને જાણકારી હોય તો ઉકાઈ પોલીસનો સંપર્ક કરવા જણાવાયું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500