સુરત જિલ્લાના બારડોલી તાલુકાનાં ગંગાધરા અને બગુમરા રેલ્વે લાઈન પરથી બુધવારે અજાણ્યા ઇસમનો મૃતદેહ મળી આવ્યો હતો. રેલ્વે પોલીસ સ્ટાફના માણસોએ લાશનો કબ્જો લઈ આગળની તપાસ હાથ ધરી છે. આ અંગે મળતી માહિતી અનુસાર બારડોલી તાલુકાનાં ગંગાધરા અને બગુમરા રેલ્વે લાઈન પશ્ચિમે કી.મી. નંબર 19/21-23 ની વચ્ચે અપ રેલ્વે લાઈન ઉપર કોઇપણ અપ ટ્રેનની અડફેટમાં આવી જતા એક અજાણ્યો ઇસમ (ઉ.વ.45) ને માથામાં થયેલ ઈજા તથા બંને પગ કપાઈ જતા મોત નીપજ્યું હતું.
મરનારે શરીરે કાળા કલરનું આખી બાંયનું શર્ટ, કાળા કલરનો જીન્સ, મરુન કલરનો ડોલર કંપનીનો જાંગીયા પહેરેલ છે. તેમજ મજબુત બાંધાનો ઘઉં વર્ણનો ઉચાઇ પાંચ ફૂટ પાંચ ઇંચ જેટલી, જેના જમણા હાથનાં કાંડામાં “ઓમ રામ" તથા ડાબા હાથનાં અંગુઠા ઉપર “ ઓમ” તથા કાંડા ઉપર “ઓમ શીવ ‘નામનું છુદણ કરાવેલ છે. બારડોલી રેલ્વે આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશનના હેડકોન્સ્ટેબલ હરીસીંગભાઈ અર્જુનભાઈએ અજાણ્યા ઇસમની લાશ કબ્જે લઈ ઓળખ અંગે જરુરી તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application