Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કામરેજનાં આંબોલી ગામની સીમમાંથી પસાર થતી નદીનાં પાણીમાંથી અજાણી મહિલાની લાશ મળી આવતાં પોલીસે તપાસ શરૂ કરી

  • October 04, 2023 

સુરતનાં કામરેજ તાલુકાનાં આંબોલી ગામની સીમમાં પસાર થતી તાપી નદીનાં પાણીમાંથી અજાણી મહિલાની લાશ મળી આવતા પોલીસે જેની ઓળખ અંગે કવાયાત હાથ ધરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, કામરેજ તાલુકાનાં આંબોલી ગામમાંથી પસાર થતી તાપી નદીનાં ઉંડા પાણીમાં એક અજાણી મહિલાની લાશ તરી રહી હોવાનું નદી કિનારે અવર જવર કરતા લોકોની નજરે પડી હતી. ત્યારે સમગ્ર મામલે કામરેજ પોલીસને જાણ કરવામાં આવતા ઘટના સ્થળે દોડી આવેલી કામરેજ પોલીસે પાણીમાંથી અજાણી મહિલાની લાશને બહાર કાઢવામાં આવી હતી.



જોકે પોલીસ ફરીયાદ અનુસંધાને મરણજનાર અજાણી મહિલા ઉંમરે આશરે 21થી 25 વર્ષની, શરીરે મધ્યમ બાંધાની, ઉંચાઇએ પાંચ ઇંચ, રંગે શ્યામ વર્ણની, શરીરે કાળા કલરનું લાંબી બ્લાયનું ટોપ પહેરેલ, કમરે કાળા કલરની લેગીસ પહેરેલ હોવાનું સુત્રો દ્વારા જણાઇ આવ્યુ હતુ. જયારે હાલ પોલીસે અજાણી મહિલા તાપી નદીનાં ઉંડા પાણીમાં કોઇ અગમ્ય કારણોસર ડૂબી જવાથી મહિલાનું મોત થયુ હોવાનું અનુમાન લગાવી હાલ પોલીસે લાશનો કબ્જો લઇ અકસ્માતનો ગુનો નોંધી જેની ઓળખ અંગે કવાયાત હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application