Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉકાઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી અજાણ્યા ઇસમની લાશ મળી આવી,પોલીસ તપાસ શરૂ

  • August 07, 2023 

ઉકાઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતું પાથરડા ગામની સીમમાંથી પસાર થતી સફેદ નદીના પાણીમાંથી ૩૦થી ૩૫ વર્ષની આશરાની એક અજાણ્યા ઇસમની લાશ મળી આવતા ઉકાઈ પોલીસે અકસ્માત મોત નિયમોનુસારની કાર્યવાહી હાથ ધરી હતી.


ઉકાઈ પોલીસ સ્ટેશન ટેલીફોન નંબર ૦૨૬૨૪-૨૩૩૨૩૬ પર સંપર્ક કરવા જણાવા આવ્યું છે.

પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ સોનગઢ તાલુકાના ઉકાઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતું પાથરડા ગામની સીમમાંથી પસાર થતી સફેદ નદીના પાણીમાં તા.૦૭/૦૮/૨૦૨૩ નારોજ એક અજાણ્યા પુરુષ ઇસમની લાશ પડી હોવાનું ઉકાઈ પોલીસને જાણ થતા ઘટના સ્થળે પહેાંચી તપાસ હાથ ધરતા આશરે ૩૦થી ૩૫ વર્ષના પુરુષ ઇસમનો મૃતદેહ હોવાનું જાણવા મળ્યું હતું.




જે શરીરે મજબુત બાંધાનો,રંગે ઘઉં વર્ણનો,જેની ઉંચાઈ આશરે ૫ ફૂટ ૪ ઇંચ જેટલી છે. જેના માથાના ભાગે કાળા વાળ છે. તેમજ શરીરે ખાખી કલરનું લાંબી બાય વાળું શર્ટ પહેરેલ છે. તેમજ કમરના ભાગે નગ્ન હાલતમાં હોય,તેમજ જમણા હાથે કાળો દોરો બાંધેલ છે.પોલીસના જણાવ્યા અનુસાર મળી આવેલ મૃતદેહ કોઈક રીતે નદીના પાણીમાં તણાઈ ડૂબી જતા મરણ ગયેલ હાલતમાં મળી આવેલ છે.પોલીસ દ્વારા આ બનાવમાં અકસ્માત મોતની નોંધ કરી તેના વાલી વારસદારોની શોધખોળ હાથ ધરી છે.ઉકાઈ પોલીસને મૃતદેહ હાલતમાં મળી આવેલ અજાણ્યા પુરુષ ઇસમના કોઈ વાલી વારસ મળી આવે તો ઉકાઈ પોલીસ સ્ટેશન ટેલીફોન નંબર ૦૨૬૨૪-૨૩૩૨૩૬ પર સંપર્ક કરવા જણાવા આવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News