કામરેજનાં સેગવા ગામની સીમમાંથી પસાર થતી સેગવા માઇનોર કેનાલનાં પાણીમાંથી અજાણ્યા પુરૂષ ઇસમની લાશ મળી આવી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, સેગવા-સેવણી રોડની આસ્તા ગામ તરફ જતી માઇનોર કેનાલનાં પાણીવેલ અને કચરમાં ખોઇ અજાણ્યા ઇસમની ડિકમ્પોઝ હાલતમાં લાશ પડી હોવાની જાણ કામરેજ પોલીસને કરવામાં આવી હતી. ત્યારબાદ હરકતમાં આવેલી કામરેજ પોલીસે બનાવનાં સ્થળે દોડી જઇ આશરે 60થી 65 વર્ષીય અજાણ્યા પુરૂષ ઇસમની લાશને બહાર કઢાવી આવી હતી. હાલ કામરેજ પોલીસે ગુનો નોંધી અજાણી લાશ અંગે અકસ્માતનો ગુનો નોંધી મૃતકની ઓળખ કરવા કવાયત હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application