બે દિવસ પહેલા ગુમ થયેલ સોનગઢના યુવકનો મૃતદેહ આજરોજ હિન્દુસ્તાન પુલ નજીક તાપી નદીના ઉંડા પાણી માંથી મળી આવ્યો હતો.
મળતી માહિતી અનુસાર સોનગઢના નવાગામ જમાદાર ફળીયામાં રહેતો ૨૧ વર્ષીય યુવક યતેન્દ્રભાઈ વિઠ્ઠલભાઈ સાળુકે ગત તા.૨૫મી જુન નારોજ ગુમ થયો હતો જેની જાણ સોનગઢ પોલીસ મથકે પણ કરવામાં આવી હતી. જેનો મૃતદેહ આજરોજ એટલે રવિવારે બપોરે ઉકાઈ પાસેના હિન્દુસ્તાન પુલથી થોડે દુર આવેલ સિંગલખાંચ ગામની સીમમાં તાપી નદીના ઉંડા પાણી માંથી મળી આવ્યો હતો.
બનાવ અંગે મૃતકના પિતાએ ઉકાઈ પોલીસ મથકે કરેલ ફરિયાદ અનુસાર, મૃતક યતેન્દ્રભાઈ સાળુકેએ પોતાના નાના ભાઈના મિત્ર ને ફોન કરીને જણાવેલ કે, મારા નાના ભાઈ ગણેશભાઈને ફોન આપ એમ કહેતા યતેન્દ્રએ નાના ભાઈ સાથે વાત કરેલ, કે તું હિન્દુસ્તાન પુલ ઉપર મોટર સાયકલ તથા આ મોબાઈલ ફોન અને મોટર સાયકલ લઈ જવાનું જણાવી હિન્દુસ્તાન પુલ ઉપરથી નદીના ઉંડા પાણીમાં ઝંપલાવ્યું હતું. જેનો મૃતદેહ આજરોજ હિન્દુસ્તાન પુલથી થોડે દુર આવેલ સિંગલખાંચ ગામની સીમમાં તાપી નદીના ઉંડા પાણી માંથી મળી આવ્યો હતો.(ફોટો,કલ્પેશ વાઘમારે-ઉકાઈ)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500