Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કેલિફોર્નિયામાં અપહરણ કરાયેલ શિખ પરિવારનાં ચાર સભ્યોનાં મૃતદેહો મળી આવતાં ચકચાર મચી

  • October 07, 2022 

અમેરિકાનાં કેલિફોર્નિયામાં અપહરણ કરવામાં આવેલા શિખ પરિવારનાં ચાર સભ્યો એક બગીચામાં મૃત અવસ્થામાં મળી આવ્યા છે તેમ સત્તાવાળાએોએ એક નિવેદનમાં જણાવ્યું છે. આ ચારેય સભ્યોનું આ સપ્તાહની શરૂઆતમાં અપહરણ કરવામાં આવ્યું હતું. મૃતકોનાં પરિવારજનો પંજાબનાં હોશિયારપુરનાં હરસી પીંડમાં રહેશે. આ ચારેયનું અપહરણ કેલિફોર્નિયાના મર્સિડ કાઉન્ટીમાંથી કરવામાં આવ્યું હતું. તેમણે તાજેતરમાં જ પોતાનો નવો ટ્રકિંગ બિઝનેસ શરૂ કર્યો હતો.




મર્સિડ કાઉન્ટીનાં શેરીફ વર્ન વાર્નકે જણાવ્યું હતું કે, 36 વર્ષીય જસદીપ સિંહ, 27 વર્ષીય જસલીન કૌર, તેમની 8 મહિનાની દીકરી આરોહી અને આ બાળકીનાં કાકા 39 વર્ષીય અમનદીપ સિંહનાં મૃતદેહો બુધવાર સાંજે ઇન્ડિયાના રોડ અને હચીસન રોડ પાસે આવેલા એક બગીચામાંથી મળી આવ્યા હતાં. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અમને આ જ વાતનો ડર હતો અને છેલ્લે એ જ થયું. વાર્નકે વધુમાં જણાવ્યું હતું કે બગીચા પાસે કામ કરતા એક ખેત મજૂરે આ મૃતદેહો જોયા હતાં અને તેણે તાત્કાલિક સત્તાવાળાઓને આ અંગે જાણ કરી હતી.




જોકે પત્રકાર પરિષદને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે, મને આ ઘટના પછી મને કેટલો ગુસ્સો આવી રહ્યો છે તે હું શબ્દોમાં વર્ણન કરી શકું તેમ નથી. આ ચારની હત્યા કરનારાઓને નર્કમાં એક ખાસ જગ્યા હશે. ઉલ્લેખનીય છે કે, આ ઘટનાનો એક શંકાસ્પદજેસસ મેન્યુઅલ સાલગાડોની ધરપકડ કરી લેવામાં આવી છે. જોકે તે ગંભીર હાલતમાં મળી આવ્યો હોવાથી હાલમાં તેની સારવાર ચાલી રહી છે.




જયારે પરિવારજનોના જણાવ્યા પ્રમાણે શીખ પરિવાર ટ્રકિંગ કંપનીની ઓફિસમાંથી કંઇ પણ ચોરી થયું નથી જોકે પરિવારજનોએ અપહરણ સમયે જ્વેલરી પહેરેલી હતી. અપહરણકર્તા અને હત્યારાઓએ કોઇ ખંડણીની માંગ કરી ન હતી તેના પરથી લાગી રહ્યૂ છે કે, આ અપહરણનો ઉદ્દેશ નાણા પડાવવાનો જ હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application