Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અમેરિકાનાં ટેક્સાસ ખાતે ટ્રક માંથી 46 લોકોનાં મૃતદેહ મળી આવતા ખળભળાટ મચી

  • June 28, 2022 

અમેરિકાનાં ટેક્સાસ ખાતે સેન્ટ એન્ટોનિયો શહેરમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. જ્યાં એક ટ્રકની અંદર લગભગ 46 લોકોનાં મોત થયા છે. સાન એન્ટોનિયો વિસ્તારમાં ટ્રેક્ટર ટ્રેલરની પાછળ ઓછામાં ઓછા 46 લોકોનાં મૃતદેહ મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.




કાયદા અમલીકરણ અધિકારીએ (Law Enforcement Officer) આ હૃદયદ્રાવક ઘટના વિશે માહિતી આપી છે. અહેવાલ અનુસાર, જે ટ્રકમાંથી મૃતદેહ મળી આવ્યા છે તે શહેરના દક્ષિણ ભાગના બહારના વિસ્તારમાં આવેલી રેલવે ટ્રેકની બાજુમાંથી મળી આવ્યા હતા.




અહેવાલ પ્રમાણે, સેન્ટ એન્ટોનિયોમાં બનેલી દુર્ધટનામાં 46 લોકોના મોતની માહિતી મળી છે. આ ઘટના સ્થળે પોલીસ, ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સ ઉપસ્થિત છે. આ મામલે સેન્ટ એન્ટોનિયોપોલીસ તરફથી કંઈ કહેવામાં આવ્યું નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application