Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢના હાથી ફળીયામાંથી બીયરની બાટલીઓ સાથે બાઈક ચાલક ઝડપાયો

  • May 25, 2021 

સોનગઢના હાથી ફળીયા વિસ્તારમાંથી બીયરની 18 બાટલીઓ સાથે એક બાઈક ચાલક ને જિલ્લા એલસીબીએ ઝડપી પાડી બાઈક અને દારૂ મળી કુલ્લે રૂપિયા 16,800/- નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

 

 

 

 

મળતી માહિતી મુજબ,જિલ્લા એલસીબી પોલીસ સ્ટાફના માણસો સોમવારે રાત્રે પોલીસ સ્ટેશનના વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન હાથી ફળીયામાંથી એક બાઈક નંબર જીજે/26/એચ/4903 ને ઝડપી પાડી તપાસ કરતા બાઈક ઉપરથી થેલામાંથી વિદેશીદારૂ બીયરની કુલ 18 બાટલીઓ મળી આવી હતી.

 

 

 

 

એલસીબીએ આ બનાવમાં હેડકોન્સ્ટેબલ સંજયભાઈની ફરિયાદના આધારે 18,00/- રૂપિયાનો વિદેશીદારૂ બીયરની બાટલીઓ, 15 હજારની બાઈક મળી કુલ્લે રૂપિયા 16,800/- ના મુદ્દામાલ કબજે કરી બાઈક ચાલક શિવાભાઈ ગમનભાઈ કોકણી રહે, જમાદાર ફળીયુ-સોનગઢ નાનો વિરુદ્ધ સોનગઢ પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application