સાગબારા તાલુકાનાં અમીયાર ગામ પાસે હાઇવે રોડ ઉપર ફોર વ્હીલર ગાડીના ચાલકે બાઈક સાથે અકસ્માત કરતાં યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો અને ગાડીના ચાલક વિરુદ્ધ સાગબારા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, અમીયાર ગામ પાસે હાઈવે રોડ ઉપર તારીખ 10 જુનનાં રોજ સાંજના 5 વાગ્યાના સુમારે ગાડીના ચાલક દિગમ્બર દગડુ પાટીલ (રહે.ખાપર ગામ, તા.અકકલકુવા, જિ.નંદુરબાર, મહારાષ્ટ્ર)નાએ અજાણ્યા ઈસમે તેની ગાડીને પૂરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી મોટરસાઈકલને અડફેટમાં લઈ એક્સીડન્ટ કરી મોટરસાયકલ ચાલક સુનીલભાઈ રમેશભાઈ વસાવાને ગંભીર ઇજા પહોંચાડી હતી તથા ગાડી સ્થળ ઉપર મૂકી નાસી ગયો હતો. બનાવ અંગે સાગબારા પોલીસ સ્ટેશનમાં ગાડીનાં ચાલક વિરુદ્ધ અકસ્માતનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application