Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢના પરોઠા હાઉસ પાસેથી વિદેશીદારૂ સાથે બાઈક ચાલક ઝડપાયો

  • September 02, 2020 

તાપી જીલ્લા એલસીબીનો સ્ટાફ સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં તા.1લી સપ્ટેમ્બર નારોજ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન મળેલ બાતમીના આધારે સોનગઢનાં પરોઠા હાઉસ પાસે જાહેર રસ્તા પરથી એક મોટર સાયકલ નંબર જીજે/26/ક્યુ/5638 ને રોકી તપાસ કરતા મોટર સાયકલની ડીકીમાં તથા એક કાળા કલરની બેગ માંથી ભારતીય બનાવટની ઈંગ્લીશદારૂ વિસ્કીની બાટલી નંગ 48 જેની કી.રૂ.48,00/-નો મુદ્દામાલ સાથે કાંતુભાઈ નાથુભાઈ ગામીત રહે, બંગલી ફળિયું,ડોસવાડા તા.સોનગઢ નો મોટર સાયકલ પર હેરાફેરી કરતા ઝડપાઈ ગયો હતો.તેની પૂછ પરછ દરમિયાન દીપક ઉર્ફે દીપ્યો ઇસરીયા ગાવિત રહે, આશ્રમ ફળિયું, ખેકડા ગામ તા.નવાપુર (મહારાષ્ટ્ર) નાએ દારૂનો જથ્થો ભરી આપ્યો હોય તેને વોન્ટેડ જાહેર કરી નિયમોનુસારની કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application