Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પોલીસ વિભાગની ભરતીને લઈ સૌથી મોટા સમાચાર - ભરતીમાં થશે ફેરફારો

  • December 28, 2022 

પોલીસ ભરતીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. પોલીસ વિભાગની ભરતીમાં ફેરફાર કરવાને લઈને વિચારણા કરવામાં આવી રહી છે. ગઈકાલે જ ગૃહવિભાગની બેઠક મળી હતી. આ બેઠક હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં મળી હતી. જેમાં પોલીસ વિભાગમાં આગામી સમયમાં નવી ભરતીઓ કરવામાં આવશે. ત્યારે ભરતીના નિયમોને લઈને ફેરફાર કરવાને લઈને વિચારણા ચાલી રહી છે.




આગામી 10 વર્ષ ચાલે તેવી ભરતી પ્રક્રીયાને લઈને પોલીસી બનાવવામાં આવશે

આગામી 10 વર્ષ ચાલે તેવી ભરતી પ્રક્રીયાને લઈને પોલીસી બનાવવામાં આવશે. પોલીસ વિભાગમાં આગામી સમયમાં 10થી લઈને 12 હજાર જેટલી જગ્યાઓ ભરાશે. ત્યારે નવા નિયમોને લઈને ગૃહમંત્રીની સૂચન મુજબ ફેરફાર કરવામાં આવશે. પોલીસ ભરતીમાં ઘણા સમયથી જુના રુલ્સ પ્રમાણે શારિરીક અને પ્રેક્ટિકલના આધારે પરીક્ષા લેવામાં આવી રહી છે ત્યારે આગામી સમયમાં નિયમોમાં ફેરફાર કરવામાં આવશે.20 અધિકારીઓ અને નિષ્ણાતોની એક કમિટી બનાવવામાં આવશેવર્તમાન સમય પ્રમાણે તૈયારીઓ કરવા આદેશ આપવામાં આવ્યો છે.




20 અધિકારીઓ અને નિષ્ણાતોની એક કમિટી બનાવવામાં આવશે.

આ અહેવાલ તૈયાર થયા બાદ કમિટી ગૃહવિભાગને સોંપશે. ખાસ કરીને શૈક્ષણિક લાયકાતના નિયમોમાં ફેરફાર કરવામાં આવી શકે છે તેવી જ રીતે શારીરિક લાયકાતમાં પણ નિયમોમાં ફરેફાર કરાશે. 20 સભ્યોની સમિતિનું ગઠન આ નિયમોમાં ફેરફાર કરશે.




આ સપ્તાહની અંદર જ પોસ્ટીંગની પ્રક્રીયા પૂર્ણ કરવામાં આવશે


ગઈકાલે બેઠક મળી હતી તેમાં પીએસઆઈ એલઆરડી ભરતીના પોસ્ટીંગ અને ભરતી પ્રક્રીયાને લઈને બેઠકમાં ચર્ચા થઈ હતી. ખાસ કરીને ગૃહવિભાગ દ્વારા સરકાર બન્યા બાદ તેમના વિભાગની ભરતી પ્રક્રીયાને લઈને આ પ્રથમ બેઠક મળી હતી. આ બેઠકમાં સૂત્રો તરફથી મળતી વિગતો અનુસાર જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં નિમણૂક પત્ર ભરતી પ્રક્રીયામાં આપવામાં આવી શકે છે. જાન્યુ પ્રથમ સપ્તાહમાં નિમણૂક પત્ર આપ્યા હતા આ સપ્તાહની અંદર જ પોસ્ટીંગની પ્રક્રીયા પૂર્ણ કરવામાં આવી શકે છે. ગુજરાતમાં નવી સરકાર રચાયા બાદ ભરતીય પ્રક્રીયાને લઈને યુદ્ધના ધોરણે કામગિરી શરૂ કરવામાં આવી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application