આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળએ કાચા તેલની વધતી કિંમતોનો વૈશ્વિક ફુગાવો અને વૃદ્ધિના અંદાજના સંદર્ભમાં રવિવારે એક રિપોર્ટ જારી કર્યો. IMFએ કહ્યુ છે કે, તેલની વધતી કિંમત કેટલાક લોકોને 1970ના દાયકાની યાદ અપાવી શકે છે, જ્યારે ભૂ-રાજકીય કારણોથી ઈંધણની કિંમત ખૂબ વધી ગઈ હતી. IMF અનુસાર ઉચ્ચ ફુગાવો અને ધીમા વિકાસ દરના કારણે તે સમયે જે ફુગાવાએ મંદી પેદા કરી હતી તેની યાદોએ એકવાર ફરી લોકોના મનમાં આવુ કંઈ થવાનો ડર પેદા કરી દીધો છે.
IMFએ કહ્યુ છે કે, જોકે હવે સમય બદલાઈ ગયો છે. કેન્દ્રીય બેન્ક પણ આજે ઘણા બદલાઈ ચૂક્યા છે. તે આજે ઘણા સ્વતંત્ર છે અને આ દાયકામાં તેમની નાણાકીય નીતિઓ પર લોકોનો વિશ્વાસ વધ્યો છે. અમે આશા કરીએ છીએ કે, વૈશ્વિક વિકાસ દર 3.5 ટકા નજીર રહેશે. જ્યારે અમારા તાજેતરના વર્લ્ડ ઈકોનોમિક આઉટલુક રિપોર્ટએ પહેલા જ આને ઓછો દર્શાવ્યો હતો. જોકે આ આનાથી વધુ નીચે જઈ શકે છે અને ફુગાવો અનુમાન કરતા વધારે હોઈ શકે છે. આનો સૌથી વધુ પ્રભાવ યુરોપ પર જોવા મળી શકે છે કેમકે ઈંધણ માટે તેમની રશિયા પર નિર્ભરતા ઘણી વધારે છે.
IMFએ ગયા મહિને જારી પોતાની વર્લ્ડ ઈકોનોમિક આઉટલુકમાં કહ્યુ હતુ કે, યુક્રેનમાં યુદ્ધથી માનવીય સંકટ તો પેદા થયુ જ છે આનાથી આર્થિક સંકટ પણ ઘેરાઈ રહ્યુ છે. IMF અનુસાર યુદ્ધના કારણે 2022માં વૈશ્વિક વૃદ્ધિમાં ઘણી સુસ્તી જોવા મળશે જેનાથી ફુવાગો વધશે. ઈંધણ અને ખાદ્ય સામગ્રીઓ ઘણી ઝડપથી મોંઘી થઈ છે અને આનો પ્રભાવ સંકટગ્રસ્ત દેશો પર સૌથી વધારે પડ્યો છે.
વૈશ્વિક આર્થિક વૃદ્ધિ 2021ના 6.1થી પડીને 2022, 2023માં 3.6 ટકા રહેવાનુ અનુમાન છે. આ જાન્યુઆરીમાં અનુમાનિત વૃદ્ધિ દરથી ક્રમશ: 0.8 અને 0.2 ટકા ઓછો છે. 2023થી આગળ આ 3.3 ટકા સુધી પહોંચવાનુ અનુમાન છે. આ રિપોર્ટ અનુસાર ભારત તમામ મોટી ઉભરતી અર્થવ્યવસ્થાઓમાં સૌથી ઝડપથી વૃદ્ધિ કરશે. ભારતનો GDP વિકાસ દર 2022માં 8.2 ટકા અને 2023માં 6.9 ટકા રહેવાનુ અનુમાન છે. IMFએ કહ્યુ કે, માનવીય, આર્થિક, પર્યાવરણીય સંકટને દૂર કરવા માટે સંયુક્ત પ્રયાસોની જરૂરિયાત છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500