દિવાળીના કારણે દિલ્હીમાં વધી રહેલા પ્રદૂષણના કારણે પરિસ્થિતિ દિવસેને દિવસે બદથી બદતર બની રહી છે. હવા એટલી ઝેરી બની ગઈ છે કે શ્વાસ લેવો પણ મુશ્કેલ બન્યો છે. હવે આ ખતરા વચ્ચે AIMS ડાયરેક્ટર રણદીપ ગુલેરિયાએ મોટી ચેતવણી જાહેર કરી છે. તેમણે જણાવ્યું છે કે દિલ્હીમાં વધી રહેલું પ્રદૂષણ કોરોના વાયરસના કેસોમાં વધારો કરી શકે છે.
દિલ્હીમાં વધી રહેલા પ્રદૂષણના કારણે રણદીપ ગુલેરિયાએ જણાવ્યું છે કે, પ્રદૂષણ જ્યાં વધારે રહ્યો છે, ત્યાં કોરોના પણ વધુ ઘાતક બની શકે છે. એટલું જ નહીં, આ કારણથી ફેંફ્સામાં સોજા પણ આવી શકે છે. ગુલેરિયાએ પ્રદૂષણને લઈને જણાવ્યું કે, હવા પ્રદૂષિત થવાના કારણે કોરોના વાયરસ લાંબા સમય સુધી હવામાં જીવી શકે છે એવામાં ફરી રાજધાનીમાં કોરોના વિસ્ફોટ થવાનો ડર રહેલો છે. તેના સિવાય રણદીપ ગુલેરિયાએ આ વાત પણ ચિંતા જતાવી છે કે પ્રદૂષણના કારણે દિલ્હીમાં લોકોની જિંદગી હવે ઓછી થતી જાય છે. લોકો નાની ઉંમરમાં ખતરનાક બિમારીઓનો ભોગ બની રહ્યા છે.
AIMS ડાયરેક્ટરનું માનીએ તો જેટલું નુકસાન સિગારેટના ધુમાડાથી થતું નથી, તેનાથી વધારે નુકસાન પ્રદૂષિત હવાના કારણે થાય છે. બીજી બાજુ હાલ તહેવારોની સીઝન ચાલી રહી છે, એવામાં લોકો ફરવાના કારણે તેમના વાહનોના કારણે ધુમાડાનું પ્રમાણ વધી ગયું. ગુલેરિયાનું માનીએ તો હાલ દિલ્હીની હવા તેના કારણે જ ઝેરી બની છે. અમુક રિપોર્ટ્સમાં જણાવવામાં આવ્યું છે કે દિવાળીના ફટકાડાએ હવાને ઝેરી બનાવી નથી. એવામાં ફટાકડા પર પ્રતિબંધ લગાવવાનો કોઈ મતલબ નથી. પરંતુ ગુલેરિયાએ જોર મૂકીને જણાવ્યું છે કે દિલ્હીની હાલની સ્થિતિ માટે દિવાળી પણ અમુક હદ સુધી જવાબદાર છે. હવે એક જાણીતા પર્યાવરણવિદે જણાવ્યું હતું કે, વાયુ પ્રદૂષણથી દર વર્ષે 15 લાખ લોકોના મોત થાય છે. એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે દિલ્હી-એનસીઆરમાં રહેનાર લોકો વાયુ પ્રદૂષણના કારણે પોતાનું જીવન 9.5 વર્ષ ઓછું કરી નાંખે છે. લંગ કેયર ફાઉન્ડેશનનું કહેવું છે કે વાયુ પ્રદૂષણના કારણે આજે દર ત્રીજા બાળકમાં અસ્થમા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500