સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ઇશ્વરભાઇ પરમારની અધ્યક્ષતામાં તાપી જિલ્લામાં સામાજિક ન્યાય અને અધિકારી વિભાગ હેઠળની યોજનાકિય કામગીરીની સમીક્ષા બેઠક કલેકટર કચેરીના સભાખંડમાં યોજાઇ હતી. બેઠકમાં સામાજિક ન્યાય અને અધિકારી વિભાગ, અનુસૂચિત જાતી વિભાગ અને સમાજ સુરક્ષા વિભાગની વિવિધ યોજનાઓ હેઠળ થયેલી વર્ષ-૨૦૨૦-૨૧ની કામગીરીની સમીક્ષા કરી વર્ષ ૨૦૨૧-૨૨ને લગતી યોજનાકિય કામગીરીને સુચારૂ રૂપે પાર પાડવા રચનાત્મક સુચનો કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે, પછાત વર્ગોના કલ્યાણ માટે સરકારે કરોડોના ખર્ચે અનેકવિધ યોજનાઓને અમલી બનાવી છે. ત્યારે આ યોજનાઓનો લાભ છેવાડાના જરૂરીયતમંદ વ્યક્તિઓને સરળતાથી મળે તે ખુબ જ જરૂરી છે. તાપી જિલ્લો બાહુલ્ય આદિજાતિ વસ્તિ ધરાવતો જિલ્લો છે ત્યારે કોઇ પણ લાભાર્થી સરકારી યોજનાના લાભથી વંચિત ના રહી જાય તે જોવું જરૂરી છે.
વધુમાં તેમણે લક્ષ્યાંક સામે ભૈતિક સિધ્ધી મેળવવામાં ક્યાય કચાસ ના રહે તે મુજબની કામગીરી કરવા સંબંધિત અધિકારીઓને કેટલાક રચનાત્મક સુચાનો આપ્યા હતા. વધુમાં કોરોના કાળમાં સરકારી કામગીરી ધીમી પડી હતી પરંતું હાલ કોરોના મોટા ભાગે કાબુમાં આવી ગયો હોવાથી ફરી સરકારની યોજનાકિય કામગીરી વેગવાન બનાવવા જણાવ્યું હતું.
આ ઉપરાંત મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સપ્તાહમાં બે જિલ્લાઓનો પ્રવાસ કરી ગ્રામવિકાસ વિભાગની યોજનાઓની સમીક્ષા કરી ખૂટતી કડીઓ પૂર્ણ કરવા આપેલ માર્ગદર્શન અનુસાર આજે તાપી જિલ્લામાં અમલી વિવિધ યોજનાઓની સમીક્ષા કરવામાં આવી રહી છે.
ધારાસભ્ય મોહનભાઇ ઢોડિયાએ જણાવ્યુ હતું કે, તાલુકા કક્ષાએ યોજાતી સંકલનની બેઠકમાં સરકારની વિવિધ યોજના અંગે લોકોને જાણકારી આપવામાં આવે. જેથી લાભાર્થીઓ સ્વમ જાગૃત થશે અને લાભાર્થીઓ લાભ લેવા આગળ આવશે. જેથી વિવિધ યોજનાઓ માટે ફાળવેલ ગ્રાંટનો યોગ્ય ઉપયોગ થઇ શકશે. તેમણે પછાતવર્ગ કલ્યાણ યોજનાઓના પ્રચાર-પ્રસાર વધારવા જણાવ્યું હતું.
બેઠકમાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળના અનુસૂચિત જાતિ કલ્યાણની યોજનાઓમાં શિક્ષણ, આર્થિક ઉત્કર્ષ, આરોગ્ય, આરોગ્ય, આવાસ, સ્વરોજગાર, કૌશલ્ય વર્ધક તાલીમ અંગે યોજનાવાર મળેલ ગ્રાંટ, ગ્રાંટની ફાળવણી અને તેની સામે લાભાર્થીઓની સિધ્ધીની સંબંધિત અધિકારીઓ પાસેથી જાણકારી મેળવી હતી. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો હેઠળ અન્ય પછાત વર્ગોના પ્રાથમિક કક્ષાના વિદ્યાર્થીઓ માટે શિક્ષણને પ્રોત્સાહન, એસ.એસ.સી પછી વિદ્યાર્થીઓને શૈક્ષણિક પ્રોત્સાહન અને સમાજ સુરક્ષા વિભાગને વિવિધ યોજનાઓ જેમાં દિવ્યાંગોને લગતી યોજનાઓ, બાળ ક્લ્યાણ, વૃધ્ધો અને કુટુંબની વિવિધ યોજનાઓની રાજ્ય અને તાપી જિલ્લાની સિધ્ધીઓની બાબતે વિસ્તૃત ચર્ચા કરી હતી. બેઠકની શરૂઆતમાં અધિક કલેક્ટર જે.આર.વળવીએ મંત્રી પુષ્પગુચ્છ આપીને સ્વાગ્ત કર્યું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500