Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ગુજરાતનું ગૌરવ : આદિવાસી સમાજનું અનમોલ “નારીરત્ન” મૂળ નવસારી જિલ્લાના ટાંકલ ગામના ડો.રીટાબહેન પટેલે IG તરીકે ચંદીગઢ ખાતે ચાર્જ સંભાળ્યો

  • November 25, 2024 

ડો.રીટાબહેન પટેલ જેઓનું મૂળ વતન નવસારી જિલ્લાનું ટાંકલ ગામ છે. જેઓ સેવાકીય એવા તબીબી વ્યવસાય સાથે સંકળાયેલા છે સાથે જ ITBPના પેરા મિલેટરી ફોર્સના કંપની કમાંડર (મેડિકલ) તરીકે દેશસેવાની ફરજમાં જોતરાઇ કુટુંબ સમાજને અનેરૂ ગૌરવ અપાવ્યું છે. આ ફરજ દરમ્યાન વિવિધ સિદ્ધિઓ હાંસલ કરી અનેક “મેડલ”ના હકદાર પણ બન્યા હતા. જેઓ અરૂણાચલ ખાતે પેરા મિલેટરી ફોર્સમાં DIG તરીકે કાર્યરત હતા.

હાલમાં જ તેમણે IG તરીકે પ્રમોશન મેળવી ચંદીગઢ ખાતે ચાર્જ સંભાળી લીધો છે. ગુજરાત આદિવાસી સમાજ સંભવત ગુજરાત રાજયના પ્રથમ “નારી રત્ન” તરીકે સમગ્ર રાજય, સમાજ, કુટુંબ અને ગામને અનેરૂ ગૌરવ અપાનાર ર્ડા. રીટાબહેનને “સેલ્યુટ” છે. જેઓ ધોડિયા સમાજના પ્રથમ તબીબ એવા સેવાભાવી ડો.ગંભીરભાઇ અને સમાજના પ્રથમ મહિલા ધારાસભ્ય સ્વ.શ્રીમતી અરૂણાબહેનના પુત્રી રત્ન છે. એમના પતિશ્રી શરદકુમાર પણ ITBPમાં IG તરીકે ફરજ બજાવે છે. મૂળ નવસારી જિલ્લાના ડો.રીટાબહેનને સમગ્ર નવસારી જિલ્લા તથા ધોડિયા સમાજ દ્વારા શુભકામનાઓ પાઠવવામાં આવી છે. 




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application