ધી રીજીઓનલ પ્રોબેશન એન્ડ આફટર કેર એસોસીએશન રાજપીપળા-નર્મદા દ્વારા સંચાલિત ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ, રાજપીપળા ખાતે તા.૨૦ મી નવેમ્બર ૨૦૨૪ના રોજ ‘‘બાળ અધિકાર દિવસ’’ની ઉજવણી કરવામાં આવી હતી. ‘‘બાળ અધિકાર દિવસ’’ની ઉજવણી દરમિયાન બાળ સુરક્ષા એકમ નર્મદાના બાળ સુરક્ષા અધિકારી લોપાબેન વ્યાસ, કાનૂની સત્તામંડળ નર્મદાના પી.એલ.વી મનહરબેન મહેતા, સંસ્થાના મંત્રી વિજયભાઈ રામી, અધિક્ષક નિલેષ વસાવા તેમજ સંસ્થાના કર્મચારીગણ તથા બાળકો ઉપસ્થિત રહ્યા હતાં. આ કાર્યક્રમમાં બાળકોને બાળ અધિકાર દિવસની શુભેચ્છાઓ પાઠવવામાં આવી અને બાળકોનાં અધિકારો, જેમ કે શિક્ષણ મેળવવાની અધિકાર, જીવન જીવવાનો અધિકાર, બાળકોનાં શોષણ કે અત્યાચારો સામે રક્ષણ મેળવવાનો અધિકાર, બાળ મજુરી અને બાળ લગ્ન અટકાવા અંગે વિસ્તૃતમાં સમજ આપવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500