Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં પ્રથમવાર વિશ્વ દિવ્યાંગ દિવસની વિશેષ ઉજવણી આયોજન

  • November 25, 2024 

દિવ્યાંગજનોએ રજીસ્ટ્રેશન કરાવવા અનુરોધ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (વી.એન.એસ.જી.યુ.) દ્વારા તા.૩જી ડિસેમ્બરના રોજ પહેલીવાર વિશ્વ દિવ્યાંગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. વિશ્વ દિવ્યાંગ દિવસની વિશેષ ઉજવણી માટે દિવ્યાંગ એડવોકેટ (ડો.) હેતલબેન રામાણીએ યુનિ.કુલપતિ શ્રી કે.એન.ચાવડાને રજુઆત કરી હતી. જેમાં દિવ્યાંગ પ્રગતિ મંડળના પ્રતિનિધિ દિનેશ અનઘણ, કાળુભાઈ પરમાર અને યુનિવર્સિટી યુથ સાથે સંકળાયેલા પ્રકાશચંદ્રજી હાજર રહ્યા હતા. કુલપતિશ્રીએ દરખાસ્તને મંજૂર કરી, આયોજન માટે યુનિવર્સિટી તરફથી તમામ જરૂરી સહાય આપવા જણાવ્યું હતું.


આ કાર્યક્રમમાં ભાગ લેવા ઈચ્છુક દિવ્યાંગજનો માટે નોંધણી ફરજિયાત https://forms.gle/WzVzoVzKJMPhzQVw8 ગૂગલ ફોર્મ દ્વારા તા.૨૫/૧૧/૨૦૨૪ સુધીમાં રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. ફોર્મમાં જરૂરી વિગતો પૂરવા અને આધાર દસ્તાવેજો અપલોડ કરવાથી પ્રવેશ મળશે. આ આયોજનનું મુખ્ય હેતુ દિવ્યાંગજનો માટે પ્રેરણાદાયક વાતાવરણ ઊભું કરવાનું છે, જ્યાં તેઓ પોતાની પ્રતિભા અને ક્ષમતાનું પ્રદર્શિત કરી શકશે. વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, પ્રદર્શન અને ચર્ચા સત્રો દ્વારા દિવ્યાંગજનોને સમાનતાના નવું દ્રષ્ટિકોણ મળી રહેશે. રાજયમાં આ આયોજન કદાચ પ્રથમવાર થઈ રહ્યું છે. આ ઉત્સવ માત્ર ઉજવણી સુધી મર્યાદિત નહીં રહે, પરંતુ દિવ્યાંગજનોને જીવનના દરેક ક્ષેત્રમાં સક્રિય ભાગીદારી માટે પ્રોત્સાહિત કરશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application