Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રશિયાનાં ડાયમન્ડસની સીધી આયાત પર થતાં પ્રતિબંધની ભારત પર ખાસ અસર જોવા નહીં મળે

  • December 17, 2023 

રશિયાનાં ડાયમન્ડસની સીધી આયાત પર જાન્યુઆરીથી G-7નાં લાગુ થતા પ્રતિબંધની ભારત પર ખાસ અસર જોવા નહીં મળવાની ધારણાં રાખવામાં આવી રહી છે. G-7 વિસ્તારોમાં પ્રવેશનારા રશિયન ડાયમન્ડસનો જાન્યુઆરીથી સ્વીકાર કરાશે નહીં. રશિયા ખાતેથી આયાત થતાં રફ ડાયમન્ડસ પર અંકૂશ હોવો જોઈએ ખરો પરંતુ ભારતમાં પ્રોસેસ્ડ થયેલા ડાયમન્ડસ પર કોઈ નિયંત્રણ ન હોવું જોઈએ તેવી ભારતની રજુઆત સાથે G-7 સહમત થયું છે. આને કારણે ભારતના ડાયમન્ડ ઉદ્યોગ પર ખાસ અસર જોવા નહીં મળે એમ સરકારી સુત્રોએ જણાવ્યું હતું.



એન્ટવર્પ તથા અન્ય વિસ્તારો ખાતેથી આવનારા રશિયાના ડાયમન્ડસ આપણા ડાયમન્ડ પ્રોસેસિંગ એકમોમાં ઉપયોગમાં લઈ શકાશે. રશિયાના ડાયમન્ડસની સીધી આયાત પરના પ્રતિબંધ બાદ આપણા પ્રોસેસ્ડ ડાયમન્ડસની નિકાસમાં ખલેલ ન પડે તે આપણે જોવાનું રહેશે એમ પણ સુત્રોએ જણાવ્યું હતું. જોકે શુક્રવારે જારી થયેલા દેશના નવેમ્બરનાં નિકાસ આંકમાં વાર્ષિક ધોરણે 2.80 ટકા ઘટાડો નોંધાયો છે, પરંતુ જેમ એન્ડ જ્વેલરીની નિકાસમાં 12  ટકા જેટલી વૃદ્ધિ જોવા મળી છે. જોકે જાન્યુઆરીથી અમલી બનનારા પ્રતિબંધને પરિણામે ભારતના ડાયમન્ડસની નિકાસ પર અસર પડવાની સ્થાનિક હીરા ઉદ્યોગમાં ચિંતા પ્રવર્તી રહી છે. અમેરિકા ભારતનું મોટું ડાયમન્ડસ નિકાસ મથક છે. વૈશ્વિક ડાયમન્ડ બજારમાં 30 ટકા હિસ્સા સાથે રશિયા વોલ્યુમની દ્રષ્ટિએ રફ ડાયમન્ડસનો મોટો ઉત્પાદક દેશ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application